યુનિવર્સિટી વિવાદ : સપાના કાર્યકરો દ્વારા હિંસક દેખાવો

0
13

આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાની કરાયેલ ધરપકડ : કલમ ૧૪૪નો ભંગ કરવાનો આરોપ ઃ રામપુરની સરહદો સીલ

રામપુર,તા. ૧
સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની જાહર યુનિવર્સિટીને લઇને વહીવટીતંત્રની કાર્યવાહી બાદ રામપુરમાં વિસ્ફોટક Âસ્થતિ પ્રવર્તી રહી છે. રામપુરમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે જારદાર ઝપાઝપી થઇ છે. આઝમના પુત્ર અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવ્યા બાદ આને લઇને હોબાળો થઇ રહ્યો છે. વહીવટીતંત્રએ પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી હતી. રામપુર જવાના પ્રયાસમાં સપાના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આઝમ ખાનના પુત્ર અનેસમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનની પણ પોલીસે કલમ ૧૪૪ના ભંગના મામલામાં અટકાયત કરી હતી. વિરોધ કરી રહેલા પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, કોઇને પણ કાયદો અને વ્યવસ્થા સાથે રમત રમવાની મંજુરી આપવામાં આવશે નહીં. જાહર યુનિવર્સિટીની આસપાસ કર્ફ્યુ જેવી Âસ્થતિ જાવા મળી રહી છે. લોકોની ઉંડી ચકાસણી પણ કરવામાં આવી હતી. કાવડ યાત્રા હોવાથી પહેલાથી જ કલમ ૧૪૪ હોવાની પણ વાત કરવામાં આવી છે. સપાના સેંકડો કાર્યકરો ન પહોંચવાના સમાચાર મળ્યા બાદ તેમને રોકવાના પ્રયાસ થયા હતા અને તમામને અટકાયતમાં લેવાયા હતા. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની જાહર યુનિવર્સિટને લઇને વહીવટીતંત્રની કાર્યવાહી બાદ જારદાર વિરોધ થયો હતો. રામપુરમાં તંગદીલી વધી રહી છે. આજે સવારે મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટીના નેતા અને કાર્યકર રામપુર પહોંચવા લાગી ગયા હતા. બીજી બાજુ હિંસાને રોકવા માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. સરહદો સીલ કરવામા ંઆવી છે. ાલીસે મંગળવારના દિવસે યુનિવર્સિટીમાં દરોડા પાડ્યા હતા અને ૧૦૦થી વધુ એવા પુસ્તકો જપ્ત કરી લીધા હતા જે મદરેસા સાથે જાડાયેલા છે. ત્યારબાદ આજે પણ વ્યાપક દરોડાની કાર્યવાહી જારી રહી હતી. પોલીસની દરોડાની કાર્યવાહી દરમિયાન અબ્દુલ્લા આઝમ ખાને અડચણો ઉભી કરવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ લોકલ ડીએસપી દ્વારા તેમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ કરવામાં આવશે કે કેમ તે સંદર્ભમાં હજુ સુધી કોઇપણ પ્રકારની માહિતી મળી શકી નથી. રામપુરમાં સિવિલ લાઇનમાં દાખલ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અબ્દુલ્લા આઝમ ખાને બોગસ દસ્તાવેજાના આધાર પર પાસપોર્ટ બનાવ્યા છે. ભાજપના નેતા આકાશ સક્સેના દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.અબ્દુલ્લાની સામે મંગળવારના દિવસે બોગસ વય પ્રમાણપત્ર લગાવીને પાસપોર્ટ હાંસલ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ આક્ષેપ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. રિપોર્ટના કહેવા મુજબ પોલીસ જાહર યુનિવર્સિટીમાં પુસ્તકોના ચોરીના મામલામાં દરોડા પાડી રહી છે. યુનિવર્સિટીની સામે એક સ્થાનિક મદરેસાએ એવી ફરિયાદ કરી હતી કે, મોટી સંખ્યામાં હસ્તલીપી અને સદીઓ જુના પુસ્તકો મદરેસામાંથી ચોરી કરી લેવામાં આવ્યા હતા. આ મામલામાં એફઆઈઆર ૧૬મી જૂનના દિવસે દાખલ કરવામાં આવી હતી. એવા આક્ષેપ છે કે, આ પુસ્તકો જાહર યુનિવર્સિટીમાં છે.