સુપર ઓવર પહેલા ગુપ્ટલને શું કહ્યું તેની વિગતો સપાટીએ

0
28

ઓકલેન્ડ, તા. ૧
ઇંગ્લેન્ડમાં હાલમાં જ વર્લ્ડકપની પૂર્ણાહૂતિ થઇ ચુકી છે. વર્લ્ડકપ ફાઇનલમાં સુપર ઓવર પહેલા ઓપનિંગ બેટ્‌સમેન માર્ટિન ગુપ્ટલ સાથે શું વાતચીત કરી હતી તે અંગે ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડ જિમી નિશામે પ્રથમ વખત ઘટસ્ફોટ કર્યો છે. બ્લેકકેપ ઓલરાઉન્ડ જિમી નિશામે કહ્યું છે કે, જ્યારે વર્લ્ડકપ ચેમ્પયન નક્કી કરવા માટે સુપર ઓવરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે ગુપ્ટલ સાથે ખાસ વાત કરી હતી. વર્લ્ડકપ જીતવા માટે સુપર ઓવરમાં ૧૬ રનની જરૂર હતી. નિશામે એક વાઇડ સાથે ૧૩ રન બનાવી લીધા હતા. ત્યારબાદ અંતિમ બોલનો સામનો કરવા ગુપ્ટલ આવ્યો હતો. ગુપ્ટલે પણ બીજા રન માટે દોડી જતાં પહેલા એક રન પુરો કરી લીધો હતો જેથી ન્યુઝીલેન્ડની ટીમના પણ સુપર ઓવરમાં ૧૫ રન થયા હતા. ઇંગ્લેન્ડના પણ ૧૫ રન જ હતા. બંને ટીમોના ૧૫-૧૫ થતાં ઇંગ્લેન્ડને ફાઈનલમાં વધુ ચોગ્ગા ફટકારવા બદલ ટાઈબ્રેકરના આધાર પર વિશ્વ વિજેતા ટીમ જાહેર કરવામાં આવી હતી. નિશામે આ વર્લ્ડકપમાં બ્લેકકેપ તરફથી રમતા જારદાર દેખાવ કર્યો હતો. બેટ, બોલની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ જારદાર દેખાવ કર્યો હતો. ભારત ઉપર સેમિફાઇનલમાં જીત વેળા નિશામે એક હાથે કેચ પકડીને પોતાની ટીમને જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. એક ઇન્ટરવ્યુમાં નિશામે એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે પ્રથમ વખત જાહેર થઇ છે. નિશામે કહ્યું છે કે, જ્યારે તે સુપર ઓવરમાં બેટિંગમાં ઉતર્યો હતો ત્યારે કોઇપણ પ્રકારથી નર્વસ ન હતો. તેના કહેવા મુજબ વિતેલા વર્ષોમાં આ ઉપર ઘણુ કામ કરી ચુક્યો હતો.