ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની વચ્ચે આજથી પ્રથમ એસીઝ ટેસ્ટ

0
39

એજબેસ્ટન, તા. ૩૧
એજબેસ્ટન ખાતે આવતીકાલથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આને લઇને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. વર્લ્ડકપ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા અને પરંપરાગત હરીફ ઇંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ શ્રેણી શરૂ થઇ રહી છે જેથી ભારે રોમાંચની સ્થતિ છે. હાલમાં વર્લ્ડ ચેમ્પયન બની ગયા બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓનો નૈતિક જુસ્સો આસમાને છે. ઇંગ્લેન્ડ તરફથી ઓપનિંગની જવાબદારી રોરી બર્ન અને વનડેમાં રન મશીન તરીકે ગણાતા જેસન રોય દ્વારા લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરો સામે તેમની આકરી કસોટી થનાર છે. વર્લ્ડકપમાં પરાજિત થયા બાદ ઓસ્ટ્રેલિયા પણ જારદાર દેખાવ કરવા માટે સજ્જ છે. એસીઝ શ્રેણીની શરૂઆત પહેલા બંને ટીમોએ જારદાર દેખાવ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. નંબર ત્રણ ઉપર કેપ્ટન જાય રુટ બેટિંગ કરે તેવી શક્યતા છે. એજબેસ્ટન ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચવાની પણ શક્યતા છે. ઇંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન તરીકે જાય રુટની ગણતરી કરવામાં આવે છે તે ત્રીજા નંબર પર બેટિંગ માટે આશાવાદી છે. બીજી બાજુ એસીઝ શ્રેણીની શરૂઆતના એક દિવસ પહેલા પત્રકારો સાથે વાતચીત કરતા ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ આશાવાદની Âસ્થતિ જાવા મળી રહી છે. બીજી બાજુ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં પરત ફરેલા જાય ડેનલીએ કહ્યું છે કે, રુટે તેને ફોન કરીને કહ્યું હતું કે, ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તેની પોતાની ઇચ્છા છે. આનો મતલબ એ થયો કે જાય ડેનલી ચોથા નંબર પર બેટિંગ કરશે. ૩૩ વર્ષીય કેન્ટના બેટ્‌સમેને કહ્યું છે કે, તે પોતે આ શ્રેણીમાં સંપૂર્ણ ધ્યાન આપવા માટે ઇચ્છુક છે.