મુંબઇ,તા. ૩
રોમેન્ટક કોમેડી ફિલ્મ મુબારકામાં કામ કર્યા બાદ ખુબસુરત અથિયા શેટ્ટી પાસે વધારે ફિલ્મ આવી રહી ન હતી. જા કે હવે લાંબા સમય બાદ તેને એક ફિલ્મ હાથ લાગી છે. જેમાં તે લીડ રોલ કરવા જઇ રહી છે. મોતિચુર ચકનાચુર નામની ફિલ્મ તેને હાથ લાગી છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. પહેલા આ ફિલ્મ જુલાઇમાં રજૂ કરવામાં આવનાર હતી. જા કે હાલમાં ફિલ્મની રજૂઆતની તારીખને લઇને કોઇ જાહેરાત કરાઇ નથી. ફિલ્મમાં તેની સાથે નવાજુદ્દીન સિદ્દીકી છે. તેને હવે કેરિયરમાં આગળ વધવા માટે મોટા સ્ટાર સાથે એક હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. તેની પાસે હાલમાં વધારે ફિલ્મો આવી રહી નથી. જા કે તે નવી અભિનેત્રીઓના પડકાર વચ્ચે કોઇ પણ રીતે ભયભીત નથી. ગળા કાપ સ્પર્ધા હોવા છતાં તે બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે વધુ ફિલ્મો કરવાને લઇને આશાવાદી છે. વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી જુદી જુદી જાહેરખબરમાં પણ કામ કરી રહી છે. તે કેટલીક વિદેશી મેગેઝીનમાં કવર પર ચમકી ચુકી છે. તેનુ કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી હતી. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતામાં સામેલ રહેલા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ હતી. અનીસ બાજમી દ્વારા નિર્દેશિત ફિલ્મ હિટ સાબિત થઇ હતી. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિકિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમેÂન્ટક એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી.