શેરબજારમાં પ્રવાહી સ્થતિ રહેવા માટેના સંકેત : બધાની બાજ નજ

0
10

એફપીઆઈ દ્વારા કરવામાં આવેલા રોકાણ, ડોલરની વિરૂદ્ધ રૂપિયાની ચાલ અને ક્રૂડની કિંમતોની પણ અસર થશે : સાતમીએ આરબીઆઈની બેઠક થશે

મુંબઈ, તા. ૪
શેરબજારમાં આગામી સપ્તાહના ગાળા દરમિયાન જારદાર ઉથલપાથલ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આરબીઆઈ પોલિસી સમીક્ષાના પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે જેની સીધી અસર રહેશે. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર રહેશે જેમાં અગ્રણી કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામ, મોનસુનની ચાલ, વૈશ્વિક બજારોના વલણ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરવામાં આવેલા રોકાણ, ડોલરની સામે રૂપિયાની ચાલ અને ક્રૂડની કિંમતો ઉપર પણ તેની અસર જાવા મળશે. આગામી સપ્તાહમાં જે પ્રમુખ કંપનીઓના પરિણામ જાહેર કરવામાં આવનાર છે તેમાં ઇન્ડયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. આના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરાશે. આ ઉપરાંત શિપ્લા, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સ, તાતા સ્ટીલના પરિણામ બુધવારના દિવસે જાહેર કરવામાં આવશે. આ તમામ કંપનીઓના જૂન ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર કોર્પોરેટ જગતની નજર રહેશે. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ૮મી ઓગસ્ટના દિવસે આંકડા જારી કરવામાં આવશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રી, ગેઇલ ઇન્ડયા દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરાશે. આઈએસએસ માર્કેટિંગ ઇન્ડયા સર્વિસ પીએમઆઈના જુલાઈ ૨૦૧૯ના આંકડા આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. આરબીઆઈ નીતિ સમીક્ષાની બેઠક સાતમી ઓગસ્ટના દિવસે થશે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં સતત ત્રણ વખત જૂન મહિનામાં ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી દીધો છે. વિદેશી મોરચા ઉપર ચાઈના કાયસીન સર્વિસ પીએમઆઈના જુલાઈ ૨૦૧૯ના આંકડા આવતીકાલે જારી કરવામાં આવશે. જાપાનની કેબિનેટ બેઠકમાં એપ્રિલ-જૂનના જીડીપીના આંકડા જારી કરવામાં આવશે.શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉથલપાથલનો દોર જારી રહ્યો છે. આ પ્રવાહી Âસ્થતિ આવતીકાલે પણ યથાવત રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, જુદા જુદા પરિબળોના નકારાત્મક સંકેત મળી રહ્યા છે. આવી સ્થતિમાં બજારમાં રિકવરીની શક્યતા ઓછી દેખાઈ રહી છે. સૌથી વધારે અસર આરબીઆઈની સમીક્ષા બેઠક પર રહેશે. આરબીઆઈ દ્વારા પણ હાલ એવા નિર્ણય લેવામાં આવે છે તેના પર તમામની નજર રહેશે. જા વ્યાજદર ઘટશે તો લોન સસ્તી થઇ શકે છે. છેલ્લા ત્રણ વખત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.