મુંબઈ, તા.૫
બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી કંગના રાણાવત પોતાના સાહસી અને દરેક નિર્ણય પર પ્રતિક્રિયા આપવા માટે જાણિતી રહી છે. કંગનાએ આજે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાજનીતિ અને રાષ્ટ્રવાદી મુદ્દા ઉપર પોતાના વલણ સ્પષ્ટ કરનાર કંગનાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આ પ્રકારના સાહસી નિર્ણય કરી શકે છે. સરકારના આ નિર્ણયને તે પૂર્ણરીતે ટેકો આપે છે. જુસ્સા સાથે સમર્થન કરે છે. દેશમાં આતંકવાદને સંપૂર્ણપણે ખતમકરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. જમ્મુ કાશ્મીર સહિત તમામ દેશના લોકોને આ નિર્ણય બદલ તે શુભેચ્છા પાઠવે છે. કંગનાએ કહ્યું છે કે, આ કામ માત્ર મોદી કરી શકે છે. મોદી માત્ર દૂરદર્શી નથી બલ્કે તેમની પાસે જરૂરી બહાદુરી અને તાકાત પણ છે જેના ઉપર તમામ કઠોર નિર્ણય કરવાની શક્ત તેમનામાં રહેલી છે. મોદીએ તેમની કુશળતા અને તાકાત ફરી દર્શાવી છે.