Monday, December 23, 2024
HomeGujaratAhmedabadગુજરાતમાં એકંદરે ૬૧.૬૫ ટકાથી વધુ વરસાદ પડી ગયો

ગુજરાતમાં એકંદરે ૬૧.૬૫ ટકાથી વધુ વરસાદ પડી ગયો

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૬.૧૨ મીટરના આંક કરતા વધુ : દક્ષિણ ગુજરાતમાં કુલ ૮૭.૦૬ ટકા વરસાદ
અમદાવાદ, તા.૫
કેવડિયા ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં ૧.૧૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. નર્મદા બંધની જળ સપાટીમાં છેલ્લા ૧૦ કલાકમાં ૧૫ સેમીનો વધારો થયો છે. જેથી ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતાં અને ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. નર્મદા ડેમમાં પાણીની જળસપાટી વધતાં ખેડૂતોની ખેતી અને સિંચાઇના પાણીની સમસ્યા મહ્‌દઅંશે હાલ તો હલ થતી જણાઇ રહી છે. આગામી દિવસોમાં પણ નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવાની પૂરી શકયતા છે. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવક મોટા પ્રમાણમાં થઇ છે. બીજીબાજુ સીએચપીએચના ટર્બાઇન હજી પણ બંધ છે. હાલ નર્મદા કેનાલમાં પાંચ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. હાલ ડેમમાં ૧૭૬૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી ગઇ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૫ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૧.૫૫ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૬ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૩.૮૭ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૭.૦૬ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૮૪,૫૯૨, દમણગંગામાં ૧,૪૯,૧૭૧, ઉકાઇમાં ૧,૩૧,૦૬૩, સુખીમાં ૫૪,૯૭૪, કરજણમાં ૨૭,૯૮૧, કડાણામાં ૭,૭૭૮, પાટાડુંગરીમાં ૬,૦૮૧, વેર- ૨માં ૫,૧૬૯, બલદેવામાં ૪,૯૧૯, પાનમમાં ૪,૦૭૭, ઉમરિયા ૪,૦૦૮, ઝૂઝમાં ૩,૫૧૮, પીગુટમાં ૨,૪૦૬, ડોસવાડામાં ૨,૧૦૮, કેલિયામાં ૨,૦૯૯, દેવમાં ૧,૯૭૬, ધોલીમાં ૧,૪૬૧, આજી-૩માં ૧,૧૯૪ અને વાણાકબોરીમાં ૧,૧૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૨૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૭.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૬.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૭૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૦૭ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૮.૦૧ ટકા એટલે ૨,૧૧,૬૨૪.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here