ચિલી નૂડલ્સ

0
61

સામગ્રી -2

પેકેટ(400 ગ્રામ) હક્કા નૂડલ્સ, 10(અડધા કાપેલા) અને 1 ડુંગળી(સ્લાઇસ), 1 લીલી ડુંગળી, 10 કળી પીસેલું લસણ, 1/2 ઇંચ આદુ(પીસેલું), 1 લાલ કેપ્સિકમ, 1 લીલું કેપ્સિકમ, 1 ચમચી સોયા સૉસ, 4 લીલી મરચાં(વચ્ચેથી કાપેલા), 1 ચમચી સરકો, 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી બટર, 1 ચમચી કાળા મરી, સ્વાદ અનુસાર મીઠું. 

એક કઢાઇ લો અને તેને સામાન્ય આંચ પર રાખો. પછી તેમાં બટર નાંખો અને પછી ઉમેરો બારીક કાપેલા મશરૂમ. આને 2 મિનિટ સુધી રહેવા દો પછી તેમાં સરકો અને સોયા સૉસ નાંખો. 2 મિનિટ સુધી રાંધ્યા બાદ પછી 2 કપ પાણી નાંખો અને પછી 10 મિનિટ સુધી મધ્યમ આંચે રાંધો. આ વિધિ મશરૂમ સૉસ બનાવવા માટે છે. હવે બીજી કઢાઈ ગેસની આંચ પર રાખો અને તેમાં ઓલિવ ઓઇલ નાંખો. ત્યારબાદ તેમાં અડધા કાપેલા મશરૂમ નાંખી થોડી મિનિટ રંધાવા દો અને પછી તેને એક બાજુએ મૂકી દો. હવે વધેલા તેલમાં કાપેલા લીલા મરચાં અને ડુંગળીને રાંધો અને જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યારે તેમાં લસણ, આદું, લીલી ડુંગળી અને કેપ્સિકમ નાંખો. ધીમી આંચે 2 મિનિટ સુધી રાંધ્યા બાદ તેમાં બાફેલા નૂડલ્સ નાંખો અને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને ચાર મિનિટ સુધી તળો. અત્યારસુધી તમારો મશરૂમ સૉસ બનીને તૈયાર થઇ ચૂક્યો હશે તેને નૂડલ્સ પર નાંખી દો.