કુંવારા નેતા ગોરી કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરી શકે

0
17

નવી દિલ્હી, તા. ૭
પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહેનાર ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ હવે કલમ ૩૭૦ને લઇને પણ વિવાદાસ્પદ નિવેદન કરી દીધું છે. સૈનીએ કલમ ૩૭૦ ઉપર મોદી સરકારના નિર્ણયનું સ્વાગત કરતા વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે, દેશના મુસ્લમોને ખુશ થવાની જરૂર છે કે, તેઓ હવે કોઇપણ ભય વગર ગોરી કાશ્મીરી યુવતીઓ સાથે લગ્ન કરી શકશે. એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું હતું કે, ભાજપના કુંવારા નેતાઓ પણ હવે કાશ્મીરમાં જઇને પ્લોટ ખરીદી શકે છે અને લગ્ન કરી શકે છે. નરેન્દ્ર મોદી સરકારે સોમવારના દિવસે ઐતિહાસિક નિર્ણયમાં જમ્મુ કાશ્મીર પર મોટો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ને દૂર કરીને જમ્મુ કાશ્મીરમાંથી એક રાજ્યનો દરજ્જા પાછો ખેંચી લીધો હતો. હવે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક હિસ્સામાં જમ્મુ કાશ્મીર અને અન્ય હિસ્સામાં લડાખ રહેશે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે અને ત્યાં વિધાનસભા રહેશે જ્યારે લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે પરંતુ ત્યાં વિધાનસભા રહેશે નહીં. મુઝફ્ફરનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યએ કલમ ૩૭૦ પર પ્રતિક્રિયા આપતા કહ્યં હતું કે, મોદીએ તમામના સપનાને સાકાર કર્યા છે. ભાજપના જે પણ કુંવારા નેતા છે તે કાશ્મીર જઇને લગ્ન કરી શકે છે. અમને આમા કોઇ વાંધો નથી. ભાજપના મુÂસ્લમ કાર્યકરો પણ ગોરી કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરી શકે છે. પહેલાથી જ વિક્રમ સૈની વિવાદોમાં રહ્યા છે. પહેલા પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રહ્યા છે. પાકિસ્તાનને ટેકો આપનાર લોકો દેશની બહાર જતા રહે તેવી વાત અગાઉ કરી હતી.