સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં આને છડા, ઝાંઝર, પાયલ વગેરેના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં ઝુમર કે તોડા, બિહારમાં પાયલ. ઓરીસ્સામાં પાયરી, પોંડલ, પોંજલી, પાતી, પીંજલી અને ઘૂંઘર, યુપીમાં પાયલ, છાગલ, પૈજની, લદી અને પાજેબ, જમ્મુ-કાશ્મીરમાં તોડા, મહારાષ્ટ્રમાં સાંખલી અને ઘૂંઘર, મધ્યપ્રદેશમાં તોરા અને પાયલ, રાજસ્થાન અને હિમાચલમાં તોડા અને પાજેબ અને તમિલનાડુમાં કોલુસૂ વગેરેના નામથી પ્રચલિત છે.
ખાસ કરીને ભારતમાં ચાંદીની પાયલ વધારે પ્રચલિત છે. પરંપરાગત પાયલમાં સોનાની પાયલનો નિષેધ છે. આજકાલ પાયલમાં મોતી, હીરા, મીના અને સોનાના કામની સાથે બીટ્સ તેમજ અન્ય પ્રકારના પથ્થરનું પણ ખુબ જ ચલણ છે.
આજકાલ પાયલને માત્ર ભારતીય પોષાક પર જ નહિ પરંતુ પશ્ચિમી પોષાકની સાથે પણ પહેરવામાં આવે છે. હવે તે પારંપરિક રૂપ સિવાય અનેક ઘણાં રૂપોમાં જોવા મળે છે- કાચ અને પ્લાસ્ટીકની સાથે ચાંદીના પાયલ, લાકડાની પાયલ, પ્લાસ્ટિકની પાયલ, ધાતુની પાયલ, જુટની બનેલી પાયલ, હાથી દાંતની બનેલી પાયલ, ચામડાની પાયલ વગેરે. પશ્ચીમી પોષાકની સાથે જમણા પગમાં પાયલ પહેરવાનું પ્રચલન આજકાલ ખુબ જ છે. વળી સફેદ મોતીની સાથે બનાવેલી પાયલનું પણ ખુબ જ મહત્વ છે.