મર્સિડિઝ-બેન્ઝ દ્વારા વિશ બોક્ષ રજૂ કરાયું

0
23

અમદાવાદ, તા.૮
ભારતની સૌથી મોટી લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડિઝ-બેન્ઝે આજે યુવાન ગ્રાહકો માટે વિશબોક્ષ માટે અનેક નવીન મોબિલિટી સોલ્યુશન્સ પ્રસ્તુત કર્યા હતાં. વિશિષ્ટ અને નવીન ઓફરનાં મિશ્રણ સાથે મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાએ અભૂતપૂર્વ મોબિલિટી સોલ્યુશન્સ પ્રસ્તુત કર્યા છે, જેનો ઉદ્દેશ તેમની સ્વપ્નાની મર્સિડિઝ-બેન્ઝની ખરીદી કરવા ગ્રાહકોને પ્રોત્સાહન આપવા અને નાણાકીય રીતે સક્ષમ બનાવવાનો છે. આ કસ્ટમાઇઝ પહેલોથી ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધવાની અને બજારમાં ગ્રાહકને વધારાની નવીનતા પ્રદાન થશે એવી શક્યતા છે. ગ્રાહકોને પ્રોત્સાહન અને વધુ સુવિધા આપવાના ભાગરૂપે નવું નજરાણું કંપનીએ રજૂ કર્યું હતું.વિશબોક્ષમાં નવીન અને કસ્ટમાઇઝ મોબિલિટી સોલ્યુશન્સમાં પાંચ મુખ્ય ખાસિયતો છે – કી-ટૂ-કી ચેન્જ, ૨૫-૨૫-૨૫-૨૫, ઝીરો ડાઉન પેમેન્ટ, સ્ટાર એજિલિટી અને વિસ્તૃત વીમો. મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયા લિમિટેડનાં એમડી અને સીઇઓ શ્રી માર્ટિન શ્વેન્કે કહ્યું હતું કે, મર્સિડિઝ-બેન્ઝમાં અમે ભારતીય ગ્રાહકોની પસંદગીને સારી રીતે સમજીએ છીએ અને તેમને વધારે આનંદ આપે એવા કસ્ટમાઇઝ મોબિલિટી સોલ્યુશન્સ પ્રસ્તુત કરવાનો અમારાં પ્રયાસો જળવાઈ રહેશે. અમે ઉદ્યોગમાં કેટલાંક સૌપ્રથમ મોબિલિટી સોલ્યુશન્સ પ્રસ્તુત કર્યા છે, જેનો ઉદ્દેશ ગ્રાહકોને અતિ જરૂરી કોન્ફિડન્સ આપશે અને આ માટે તેમની કારની ખરીદી સાથે સંબંધિત નાણાકીય ફ્‌લેક્સિબિલિટી ઓફર કરશે. અમારાં ઇનોવેટિવ અને સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ સાથે અમે બજારનાં હાલનાં પડકારો ઝીલીશું અને તેમની ખરીદીનાં નિર્ણય સાથે અમારાં ગ્રાહકોને સપોર્ટ કરીશું. અમને વિશ્વાસ છે કે, આ મોબિલિટી સોલ્યુશન્સ ગ્રાહકો વચ્ચે મૂલ્ય શોધશે અને બજારનાં સકારાત્મક વિકાસને સપોર્ટ કરીશું. શ્રી શ્વેનેક ઉમેર્યું હતું કે, અમે ધીમે ધીમે અમારાં સંપૂર્ણ પોર્ટફોલિયોને અમારાં બીએસ ૬ તરફ આગળ વધારી રહ્યાં છીએ. અત્યાર સુધી ૬૦ ટકાથી વધારે ટ્રાન્ઝિશન લેવલ કર્યા છે અને સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધીમાં અમે આ સ્તરને ૮૦ ટકા કરીશું. અમને એપ્રિલ, ૨૦૨૦ની ફરજિયાત ટાઇમલાઇન અગાઉ બીએસ ૬ સાથે સંપૂર્ણ પોર્ટફોલિયોને સજ્જ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થવાનો વિશ્વાસ છે.

આભાર – નિહારીકા રવિયા