Friday, November 8, 2024
Homenationalકેરળ, મહારાષ્ટ્ર , કર્ણાટકમા પુર, વરસાદથી હાહાકાર : ૯૫નાં મોત

કેરળ, મહારાષ્ટ્ર , કર્ણાટકમા પુર, વરસાદથી હાહાકાર : ૯૫નાં મોત

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

જારદાર વરસાદ અને પુરના લીધે એકલા કેરળમાં ૪૨થી વધુ લોકોના મોત થયા : કર્ણાટકમાં ૨૨ તેમજ મહારાષ્ટ્રમાં ૩૦થી વધુના મોત : હાલત કફોડી

નવી દિલ્હી,તા. ૧૦
ભારે વરસાદ અને પુરના કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. છેલ્લા ૭૨ કલાકમાં આ ત્રણેય રાજ્યોમાં ૯૫ લોકોના મોત થઇ ચુક્યા છે. સત્તાવાર મોતના આંકડા જારી કરવામાં આવ્યા છે. બિનસત્તાવાર રીતે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. સેંકડો લોકો લાપતા થયેલા છે. બચાવ અને રાહત કામગીરામાં ત્રણેય રાજ્યોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો લાગેલી છે. ભારે વરસાદ અને પુરના કારણે કેરળમાં ૪૨ લોકોના મોત થયા છે. જ્યારે કેરળના વાયનાડ અને મલપ્પુરમમાં ભેખડો ધસી પડવાના બનાવોના કારણે ૪૦થી વધારે લોકો હજુ પણ ફસાયેલા છે. બચાવ અને રાહત કામગીરીમાં સેના અને એનડીઆરએફની ટીમો લાગેલી છે. તમિળનાડુમાં ભારે વરસાદના કારણે પાંચ લોકોના મોત થયા છે. મુંબઇથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને સતારામાં ફસાયેલા ૨૦૫૫૯૧ લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. કોલ્બાપુરમાં ૯૭૧૦૨ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. મુંબઇને કોલ્હાપુર સાથે જાડનાર નેશનલ હાઇવે હજુ પણ બંધ હાલતમાં છે. જેના પરિણામસ્વરૂપે ખેડ, સતારા, અને કરાડ તરફ જતા ૩૦ હજાર ભારે વાહનોની લાઇનો લાગી ગઇ છે. આ વાહનો જુદા જુદા સ્થળ પર અટવાયા છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં ૨.૮૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાંગલીમાં નવ લોકો હજુ પણ લાપતા છે. કોલ્હાપુરમાં પણ અનેક લોકો હાલ લાપતા છે. તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત રાજ્યોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેરળમાં પુરની Âસ્થતી વધુને વધુ ગંભીર બની રહી છે. એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૪૨ લોકોના મોત થઇ ચુક્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.કેરળમાં શુક્રવારના દિવસે ૨૭ અને આજે શનિવારના દિવસે બીજા સાત લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૪૨ ઉપર પહોંચી ગયો છે. બચાવ ટીમ દ્વારા વાયનાડમાંથી નવના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે. કેરળના જે સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે તેમાં એર્નાકુલમ, ઇડુકી, પલક્કડનો સમાવેશ થાય છે. એનડીઆરએફની ૧૩ ટીમો કેરળ પહોંચી ચુકી છે. એર્નાકુલમમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કોઝિકોડમાં જળબંબાકારની Âસ્થતી જાવા મળી રહી છે. કોચિ એરપોર્ટને રવિવાર સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ પર રનવે એરિયામાં પાણી ભરાઇ ગયા છે. કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા હતા. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. અહીં ૧૨ હજારથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. પરિવહન સેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠપ્પ થઇ ચુકી છે. કેરળમાં પુરની હાલત ખરાબ ગંભીર છે. કેરળમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.. ૩૧૫ રાહત કેમ્પોમાં ૨૨૦૦૦ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે વધારાની એનડીઆરએફની ટીમ આપવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પોતે પણ પોતાના મતવિસ્તારમાં લોકોની મદદ માટે પહોંચી છે. વાયનાડમાં મેપપ્ડીમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે. જેથી ૨૦૦૦ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. હવામાન વિભાગે ૧ ૪મી ઓગષ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે કર્ણાટકમાં પમ લોકોની હાલત ખરાબ છે. કર્ણાટકમાં હજુ સુધી ૨૨ લોકોના મોત થયા છે. છ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામા ંઆવી છે. કેન્દ્રિય પ્રધાન નિર્મલા સીતારામન આજે ઉત્તરીય કર્ણાટક પહોંચી ગયા હતા. તમિળનાડુમાં પણ ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પુરની સ્થતી સર્જાઇ ગઇ છે. ભારતીય હવાઇ દળની મદદ લેવામાં આવી રહી છે. ભારેવરસાદના કારણે લોકોની હાલત ખરાબ થયેલી છે. થેની, તિરુનેલવેલી અને કન્યાકુમારીમાં ભારે વરસાદ થયો છે. તંત્રની સ્થતી પર હાલમાં ચાંપતી નજર રહેલી છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here