નવી દિલ્હી,તા. ૧૦
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ત્રિપલ તલાકનો પ્રથમ મામલો સપાટી પર આવ્યો છે. આ સંબંધમાં પતિની ધરપકડ કરવામા ંઆવી ચુકી છે. દિલ્હીમાં ત્રણ વખત તલાક કહીને પÂત્ન અને પુત્રને ઘરમાંથી બહાર કાઢી મુકનાર પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે ધ મુÂસ્લમ વુમન એક્ટની કલમ ચાર હેઠળ એફઆઇઆર દાખલ કરીને ઉંડી તપાસ હાથ ધરી છે. મહિલાએ પોલીસ પાસેથી મદદની માંગ કરી હતી. નવા કાયદા હેઠળ ત્રિપલ તલાકને અપરાધ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ દિલ્હીમાં આ પ્રથમ મામલો સપાટી પર આવ્યો છે. બાડા હિન્દુરાવ પોલીસની સમક્ષ મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ કરવામાં આવ્યા બાદ આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. નોર્થ ડીસીપી નુપુર પ્રસાદે કહ્યુ છે કે આરોપીએ જુનમાં મહિલાને ત્રણ તલાક આપી દીધા હતા. રાયમા યાહિયા દ્વારા વર્ષ ૨૦૧૧માં નવેમ્બરમાં અતીર શમીમ સાથે લગ્ન કર્યા હતા. અતીર આજાદ માર્કેટમાં રહેતો હતો. નિકાહ થયા બાદ રાયમાએ પુત્રને જન્મ આપ્યો હતો પરંતુ રાયમા માટે સાસરામાં હાલત ખરાબ થવા લાગી હતી. એવો આરોપ છે કે દહેજના લાલચી પતિએ રાયમાને દહેજ લાવવા માટે હેરાન કરવાની શરૂઆત કરી હતી. ઘર બચાવવા માટે તે શરૂઆતમાં ભારે પરેશાન રહેતી હતી. મહિના અને વર્ષો સુધી હેરાનગતિનો સામનો કર્યા બાદ અતીરે શરિયત કાનુનની આડમાં રાયમાની જિન્દગી બરબાદ કરી દીધી હતી. આરોપીએ રાયમાને ત્રણ વખત તલાક બોલીને તેની સાથે છુટાછેડા લઇ લીધા હતા. આરોપીએ ત્રણ વખત કહ્યુ હતુ કે તે તલાક આપે છે. ત્યારબાદ રાયમાને બાળકની સાથે ઘરમાંથી કાઢી મુક્યો હતો. નિસહાય થયેલી રાયમા બાળકને લઇને પિતાના ઘરે પહોંચી હતી. જા કે ન્યાય ન મળતા આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્રિપલ તલાક બિલ હાલમાં સંસદમાં પાસ કરી દેવામાં આવ્યુ છે.