INX મીડિયા કેસ : ચિદમ્બરમ ૨૬મી સુધી સીબીઆઈ કસ્ટડીમાન્માષ્ટમી

0
36
સીબીઆઈની કસ્ટડી દરમિયાન રોજ અડધા કલાક સુધી ચિદમ્બરમને મળવા માટે પરિવારના સભ્યો-વકીલોને કોર્ટની લીલીઝંડી ઃ પુછપરછનો દોર ચાલશે

નવી દિલ્હી, તા. ૨૨
પુર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલીમાં આજે વધુ વધારો થઈ ગયો હતો. કારણ કે, કોર્ટે તેમને ૨૬મી ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. ચિદમ્બરમ તરફથી તર્કદાર દલીલો તેમના વકીલો દ્વારા કરવામાં આવી હતી પરંતુ ચિદમ્બરમને બચાવી લેવામાં સફળતા મળી ન હતી. તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ચિદમ્બરમને જામીન આપવા માટે તમામ પ્રયાસો વરિષ્ઠ વકીલો દ્વારા કરાયા છતાં તેમના પ્રયાસો કામ ન લાગ્યા હતા. ૨૬મી ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા બાદ તેમના પર જરૂરી મેડિકલ ટેસ્ટ કાયદા મુજબ કરવામાં આવ્યા હતા. કોર્ટના ચુકાદા બાદ તેમને કોર્ટમાંથી ભારે ભીડ વચ્ચે લઈ જવામાં આવ્યા હતા. કોર્ટે સીબીઆઈની કસ્ટડી દરમિયાન દરરોજ અડધા કલાક સુધી તેમને મળવા ચિદમ્બરમના વકીલો અને પરિવારના સભ્યોને મંજુરી આપી દેવામાં આવી છે. તમામ પાસાઓ અને સંજાગોને ધ્યાનમાં લીધા બાદ ચિદમ્બરમની પોલીસ કસ્ટડી જરૂરી બની રહી છે તેમ જજે કહ્યું હતું. ત્યારબાદ કોર્ટે ૨૬મી ઓગસ્ટ સુધી ચિદમ્બરમને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. અગાઉ આજે જારદાર ઘટનાક્રમના દોર વચ્ચે ચિદમ્બરમને દિલ્હી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ રાઉજ એેવેન્યુ કોર્ટમાં રજુ કરીને ચિદમ્બરમ માટે રિમાન્ડની માંગ કરી હતી. સીબીઆઈ અને ચિદમ્બરમના વકીલોએ પોતાની દલીલો કરી હતી. સીબીઆઈએ કોર્ટમાં કેસ ડાયરી પણ રજુ કરી હતી.

સોલિસિટર જર્નરલ તુષાર મહેતાએ રિમાન્ડની માંગ કરી હતી અને કહ્યું હતું કે, ચિદમ્બરમ તપાસમાં સહકાર કરી રહ્યા નથી. જેથી હજુ વધુ પુછપરછની જરૂર છે. મહેતાએ કહ્યું હતું કે, ચિદમ્બરમ ખુબ જ હોશિયાર છે અને તપાસમાં સહકાર આપી રહ્યા નથી. ચિદમ્બરમને જજે બેસી જવા માટે કહ્યું ત્યારે બેસવાનો ઈન્કાર કર્યો હતો. સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, કેટલાક એવા પ્રશ્નો છે કે જેનો જવાબ ચિદમ્બરમ જ આપી શકે છે. જેથી રિમાન્ડ જરૂરી છે. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલે રજુઆત કરતા કહ્યું હતું કે, મામલામાં અન્ય સાત આરોપી છે. તમામને જામીન મળી ચુક્યા છે. એફઆઈપીબીને મંજુરી આપનાર છ સરકારી સચિવ હતા. સીબીઆઈએ કોઈની પણ ધરપકડ કરી નથી. ચિદમ્બરમે ગઈકાલે ૨૪ કલાકની મહેતલ માંગી હતી. કારણે કે તે ઉંઘી શક્યા ન હતા. આ મામલાની તપાસ પુરી થઈ ચુકી છે. ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર છે પરંતુ રજુ કરાયો નથી. અત્રે નોંધનીય છે કે, પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની ગઈકાલે આખરે મોડી રાત્રે પુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની Âસ્થતિ જાવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જાકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી. ઘણા સમય સુધી હાઈડ્રામાબાજીનો દોર ચાલ્યો હતો. Âસ્થતિને સામાન્ય બનાવવા પોલીસને મદદ લેવામાં આવી હતી. તે પહેલા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડને ટાળવા ૪૮ કલાકથી વધુ સમય સુધી લાપતા રહ્યા બાદ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ આજે મોડી સાંજે કોંગ્રેસ હેડઓફિસ પહોંચ્યા હતા. અગાઉ દિવસભર ઘટના ક્રમનો દોર ચાલ્યો હતો. ચિદમ્બરમની આગોતરા જામીન માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારના દિવસે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની વચગાળાની જામીન અરજીની ફગાવી દેવામાં આવ્યા બાદ પૂર્વ નાણાંમંત્રીની વકીલોની ટીમની દોડધામ વધી ગઈ હતી.