જમ્મુ કાશ્મીર : અલગતાવાદી લીડરોનું પ્રભુત્વ સંપૂર્ણ સમાપ્ત

0
31
જમ્મુ કાશ્મીર : અલગતાવાદી લીડરોનું પ્રભુત્વ સંપૂર્ણ સમાપ્ત

શ્રીનગર,તા. ૨૩
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી કરવામાં આવ્યા બાદ રાજ્યમાં સ્થતી હવે ઝડપથી બદલાઇ રહી છે. કોઇ સમય અલગતાવાદીઓના એક અવાજ પર પ્રદર્શન કરવા માટે જાહેર રસ્તાઓ પર ઉતરી આવનાર લોકો હવે તેમની અવગણના કરી રહ્યા છે. તેમની અપીલ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ અલગતાવાદીઓ પર એકબાજુ સકંજા મજબુત કરી દેવામાં આવ્યો છે. આવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય સ્થતી સ્થાપિત કરવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. લોકો હવે તેમની માંગની અવગણના કરી રહ્યા છે. આગામી દિવસોમાં Âસ્થતી વધારે સામાન્ય બની શકે છે. શ્રીનગરમાં હાલમાં જ અલગતાવાદી સંગઠનના એક હિસ્સા તરીકે રહેલા લોકો દ્વારા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં શુક્રવારના દિવસે લોકોને યુએન ચલો માર્ચમાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી હતી. જા કે તેની કોઇ અસર દેખાઇ ન હતી. હતાશામાં આ કટ્ટરપંથી લોકો દ્વારા સ્થાનિક દુકાનદારોની દુકાન બંધ કરવા માટે ઉતરી આવ્યા હતા.આ મામલામાં પોલીસે ગંભીર નોંધ લઇને તપાસ હાથ ધરી છે. બીજી બાજુ સમગ્ર પખવાડિયામાં લાલ ચોક પર કોઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા નથી. જે સંકેત આપે છે કે સ્થતી કેટલી ઝડપથી સુધરી રહી છે. સરકાર દ્વારા સાતમી ઓગષ્ટના દિવસ બાદ આપવામાં આવી રહેલી રાહત દરમિયાન લોકો લાભ લેતા નજરે પડ્યા હતા. કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઇ રહી છે. રાજબાદથી લઇને સિવિલ લાઇન સુધી કોઇ પથ્થરબાજીની ઘટના બની નથી. લોકોની દલીલ છે કે અલગતાવાદીઓની દુકાનો પર તાળા વાગી ગયા છે. તેમની દુકાનો પર હમેંશા માટે તાળા પડશે તો જ સ્થતી સામાન્ય બનશે તેમ લોકો કહી રહ્યા છે. પોસ્ટર લગાવીને કરવામાં આવેલી અપીલની કોઇ અસર દેખાઇ રહી નથી.

પાંચમી ઓગષ્ટના દિવસે કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સ્થતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહી ચુક્યા છે કે રાજ્યને વાસ્તવમાં સ્વર્ગ બનાવવા માટેના પ્રયાસ તમામ લોકોને સાથે મળીને કરવાની જરૂર છે. હતાશામાં અલગતાવાદીઓ મારામારી કરવા અને સ્થાનિક લોકોમાં દહેશત ફેલાવી દેવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ તેમના પ્રયાસોને સફળતા ન મળે તેવા પગલા લેવાની પણ જરૂર છે. કાશ્મીરમાં વિવિધ પગલા લેવામાં આવ્યા બાદ તેની અસર દેખાઇ રહી છે.સ્થતી ખુબ હળવી બની રહી છે.