ચિદમ્બરના આગોતરા જામીન વિરૂદ્ધ સીબીઆઈ અને ઈડીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

0
32

એરસેલ મૈક્સિસ કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના આગોતરા જામીનના વિરૂદ્ધમાં સીબીઆઈ અને ઈડીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટમાં સુનાવણી દરમ્યાન સીબીઆઈ અને ઈડી દ્વારા રોગેટ્રી લેટર દાખલ કરવા માટે વધુ સમયની માગ કરવામાં આવી.તપાસ એજન્સીઓ દ્વારા આ મામલે સુનવાણી કરવા છ સપ્તાહના સમયની માગ કરવામાં આવી હતી. કોર્ટે ગુરૂવારે પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન આપ્યા હતા. અને કોર્ટે સુનાવણી દરમ્યાન ચિદમ્બરમ અને તેના પુત્રને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતા. ત્યારે સીબીઆઈ અને ઈડી ચિદમ્બરમના જામીનનો વિરોધ કરી રહી છે.મહત્વપૂર્ણ છે કે, ૨૦૦૬માં એરસેલ મેક્સિસ ડીલને ચિદમ્બરમે નાણા પ્રધાન પદે રહીને મંજૂરી આપી હતી. તેમણે આ પ્રકારની મંજૂરી ઈકોનોમિક એફેર્સ કમિટીની પરવાનગી વગર આપી હતી.