ઠાકોરે નામ પાછળ ‘સિંહ’ લખાવ્યું, દરબારોએ જબરજસ્તી મૂછો મૂંડાવડાવી

0
166
’north-gujarat/man-used-sinh-suffix-in-invitation-card-forced-to-shave-moustache-in-gujarat
’north-gujarat/man-used-sinh-suffix-in-invitation-card-forced-to-shave-moustache-in-gujarat

ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે ફરી એકવાર જાતિવાદી સમાજવ્યવસ્થાનું વરવું દ્રશ્ય સામે આવ્યું છે. પાલનપુર તાલુકામાં આવેલ ગૌડ ગામ ખાતે ઉચ્ચજાતિના કેટલાક લોકો દ્વારા આજ ગામના નિવાસી 23 વર્ષીય યુવાન રણજીત ઠાકોરને પોતાની મૂછો મુંડાવવાની અને જાહેરમાં માફી માગવાની ફરજ પાડી હતી.ઘટનાના બનવા પાછળ કારણ એવું હતું કે 27મેના રોજ પીડિત પોતાની બાબરીની ધાર્મિક વિધિ માટેના આમંત્રણ કાર્ડ લાગતા-વળગતાને વાંટી રહ્યો હતો. ત્યારે ગામના જ કેટલાક ઉચ્ચજાતિના લોકોને ધ્યાને પડ્યું કે રણજીતે પોતાના નામ પાછળ કંકોત્રીમાં સિંહ લગાવ્યું છે. જે બાદ અદંજીત 15 જેટલા લોકોએ તેને ઘેરી લીધો હતો અને સિંહ લગાવવા બાબતે તેની સાથે વિવાદ કર્યો હતો.જોકે સમગ્ર બાબત ત્યારે ગંભીર બની ગઈ જ્યારે આ 15 વ્યક્તિઓએ રણજીતને માર મારવાનું શરુ કર્યું હતું અને પછી તેને ઉઠાવીને પાસેના ગામ ઢાંડા અને બૌચરગઢ પાસેના જંગલોમાં ઉઠાવી ગયા હતા. જ્યારે પીડિત યુવાન પાસે પોતાની મૂછો મુંડવાની ફરજ પાડી હતી અને ફરી આવું ક્યારેય નહીં કરે તેવા માફી માગતો વીડિયો બનાવ્યો હતો.પાલનપુર તાલુકા પોલિસ સ્ટેશનના PSI એ.વાય. પટેલ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘પીડિત યુવાને આરોપીઓના નામ જણાવતા કહ્યું કે, મથુરસિંહ ડાભી અને હરપાલસિંહ ડાભી ઉપરાંત અન્ય 13 જેટલા વ્યક્તિ વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી છે. અમે મથુરસિંહની ધરપકડ કરી છે અને બીજાને પણ ટુંક સમયની અંદર પકડી પાડવામાં આવશે