IPL સટ્ટેબાજીઃ સલમાનના ભાઈ અરબાઝ ખાનને પોલીસનું સમન્સ

0
734
thane-police-summons-actor-arbaaz-khan-in-ipl-betting-case
thane-police-summons-actor-arbaaz-khan-in-ipl-betting-case

તાજેતરમાં જ પૂરી થયેલી આઈપીએલની સીઝન દરમિયાન સટ્ટાબાજીના આરોપમાં એક બુકીની ધરપકડ પછી થાણે પોલીસે ફિલ્મ એક્ટર અરબાઝ ખાનને સમન મોકલાવ્યું છે. પોલીસે બાંદ્રા સ્થિત અરબાઝના ઘર પર શુક્રવારે સવારે સમન્સ મોકલીને પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું છે. શરૂઆતમાં તપાસ દરમિયાન પોલીસને એવા સંકેત મળ્યા હતાં કે અરબાઝ ખાન સટ્ટેબાજ સોનુ જાલાન ઉર્ફે સોનુ મલાડના સટ્ટેબાજી રેકેટના સંપર્કમાં હતાં અને મોટી રકમ પર લગાવી હતી. નોંધનીય છે કે અરબાઝ ખાન ફેમસ એક્ટર સલમાન ખાનનો ભાઈ છે.અમારી સહયોગી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉના જણાવ્યાનુસાર અરબાઝ ખાને આઈપીએલ મેચ દરમિયાન સટ્ટો લગાવ્યો હતો અને 2.8 કરોડ રુપિયા હારી ગયો હતો. અરબાઝે આ રુપિયા આપવામાં આનાકાની કરી હતી. જે પછી તેને સોનુ જાલાન તરફથી ધમકીઓ મળી રહી હતી. ચેનલે જ્યારે અરબાઝના પિતા સલીમ ખાન સાથે સંપર્ક કર્યો તો તેણે આ મામલા વિશે કશી જ ખબર ન હોવાનું જણાવ્યું હતું.સોનુ જાલાનની ધરપકડ થઈ ચૂકી છે. નોંધનીય છે કે કુખ્યાત બુકી સોનુ જાલાનનું નામ 2012ના આઈપીએલ ફિક્સિંગમાં પણ આવ્યું હતું. ગત મહિને 16 મેના રોજ થાણે ક્રાઈમ બ્રાંચે ડોંબિવલીમાં સટ્ટેબાજી રેકેટનો ભાંડાફોડ કરતાં 3 સટ્ટેબાજોની ધરપકડ કરી હતી. 41 વર્ષના સોનુ જાલાની મંગળવારે ત્યારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે કલ્યાણ સેશન્સ કોર્ટમાં હાજર થવા આવેલા એક સાથીને દિલાસો આપવા માટે કોર્ટ પરિસરમાં આવ્યો હતો.કુખ્યાત સોનુ જાલાન આંતરરાષ્ટ્રીય સ્તર પર સટ્ટેબાજીનું રેકેટ ચલાવે છે. પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માએ જણાવ્યું કે સોનુ જાલાનનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રુપિયાની નજીક હોય શકે છે. આટલું જ નહિ દાઉદ ઈબ્રાહીમની ડી કંપની સાથે પણ સટ્ટેબાજી રેકેટની લિંક જોડાતી જોવા મળે છે. અમારી સહયોગી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ પાસે અરબાઝની એવી પણ કેટલીક તસવીરો છે. જેમાં તે કુખ્યાત સટ્ટેબાજ સોનુ જાલાન સાથે જોવા મળે છે.