સુંદર અને આકર્ષક બનવાની ઇચ્છા દરેક યુવક અને યુવતીની હોય છે આ જ કારણોને લીધે આજે દરેક યુવાન અને યુવતી ત્યાં સુધી કે વૃદ્ધ લોકોમાં પણ સૌંદર્યવર્ધક ની ચેતના જોવા મળે છે. વધુ સુંદર બનવાની ઇચ્છામાં આપણે આપણી ત્વચાનું પરીક્ષણ કર્યા વિના જ ત્વચા શુષ્ક છે કે ઓઈલી છે.
જાણ્યે-અજાણ્યે આપણે આપણી ડ્રાય સ્કિનને ઘણીવાર સાબુ અથવા ફેસવોશથી ધોઈએ છીએ અને ઓઈલી ત્વચાને ક્રીમ વગેરેથી સુરક્ષિત રાખીએ છીએ. પરંતુ તેનો પ્રભાવ વિપરીત પડે છે. આધુનિક સૌંદર્ય પ્રસાધન સામગ્રી ઘણા પ્રકારના રોગો, એલર્જી તેમજ વિકૃતિઓને ઉત્પન્ન કરતી હોય છે, કારણકે ત્વચા જ અનેક રોગોનું ઘર છે.