બપોરના 12 વાગ્યા સુધીમાં દસ હજાર મુર્તિઓનું થયું વિસર્જન

0
50

સુરતમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વિસર્જન કાર્ય મોડું શરૂ થયું હતું. જોકે, 10 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા વિસર્જન પ્રક્રિયા ઝડપી બની હતી અને બપોરે 12 વાગ્યા સુધીમાં નાની-મોટી મૂર્તિઓ મળી કુલ 9402 મૂર્તિઓનું વિસર્જન થયું હતું.

સુરતમાં પ્રસ્થાપિત 70 હજારથી વધુ શ્રીજીની મૂર્તિઓના વિસર્જનના માટે ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર હરિકૃષ્ણ પટેલે ફેસબુક લાઇવ કરી ગણેશ આયોજકોને ઝડપી વિસર્જન કરવા વિનંતી કરી હતી. તેમ છતાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વિસર્જન કાર્ય ઘણું મોડું શરૂ થયું હતું.

જોકે, દસ વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો અને તેથી ગણેશ આયોજકો વિસર્જન માટે નીકળી પડ્યા હતા. સુરત શહેર પોલીસના કન્ટ્રોલ રૂમના એસીપી જે કે પંડયાના જણાવ્યા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં વિવિધ કૃત્રિમ ઓવારાઓ અને હજીરા તેમજ ડુમસ ખાતે 8845 નાની મૂર્તિ અને 557 મોટી મૂર્તિ મળી કુલ 9402 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.