IPL સટ્ટાકાંડ: બુકીની ડાયરીમાં અનેક ફિલ્મી હસ્તીઓના નામ

0
293
bookies-diary-has-big-names-of-bollywood-says-police-260463/
bookies-diary-has-big-names-of-bollywood-says-police-260463/

થાણે ક્રાઈમ બ્રાંચના એક એન્ટિ એક્સ્ટ્રોશન અધિકારીએ અમારા સહયોગી ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે,’સોનુ જાલાન એક કથિત બુકી છે. તે આઈપીએલમાં સટ્ટેબાજી રેકેટમાં સૌથી મોટુ નામ છે. પોલીસને આપેલા પોતાના નિવેદનમાં તેણે અનેક એવી ફેમસ હસ્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. જેણે આઈપીએલ મેચ અને ખેલાડીઓ પર સટ્ટો લગાવ્યો હતો. જાલાન અને તેની પર્સનલ ડાયરીમાં હાથથી લખેલી નોટ્સને સરખાવવામાં આવી રહી છે. આ ડાયરીમાં પાકિસ્તાની રાજનેતાનું પણ નામ છે. જેથી આ મામલો ગંભીર બન્યો છે.’આ તપાસ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,’એક્ટર અરબાઝ ખાને જાલાન દ્વારા આઈપીએલ સીઝનમાં સટ્ટો લગાવ્યો હતો. તે દિવસોમાં જાલાન જૂનિયર કલકત્તા નામના એક સટ્ટેબાજ સાથે કામ કરી રહ્યો હતો. તે દિવસોમાં જાલાન અને અરબાઝ ખાન વચ્ચે મોટા પ્રમાણમાં રુપિયાની લેવડદેવડ થઈ હતી.’પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ખાનને બ્લેકમેઈલ કરીને પણ કરોડો રુપિયા પડાવવામાં આવ્યાં હતાં. તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે રુપિયા નહિ ચૂકવે તો તેની સટ્ટેબાજીની આદતને જાહેર કરી દેવાશે. ખાને જાલાનને 3 કરોડ રુપિયાથી વધારે રકમ આપી હતી. આઈપીએલ સટ્ટેબાજી રેકેટ મામલાની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે,’હાલ આ મામલે સ્પષ્ટ પણે તો કશું જ ના કહી શકાય પરંતુ આ બાબતે સબૂત અને નિવેદનની તપાસ કરવી પડશે.’ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તમામ પ્રયાસો દ્વારા અરબાઝ ખાને કોલ્સ અને મેસેજનો જવાબ આપ્યો નહોતો. શર્માએ કહ્યું કે,’અમારુ અનુમાન છે કે જાલાન દ્વારા ચલાવવામાં આવેલા સટ્ટેબાજી રેકેટમાં કુલ 1000 કરોડ રુપિયાની લેવડ દેવડ થઈ છે. તેના નેટવર્કમાં કુલ 3500 પન્ટર છે.’ પોલીસે જણાવ્યું કે 2016માં જાલાન એક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ દરમિયાન શ્રીલંકા ગયો હતો. હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ ટૂરનો સંબંધ કોઈ સટ્ટેબાજી અથવા મેચ ફિક્સિંગ સાથે તો નથી ને.