વિશ્વની સૌથી જૂની ટ્રાવેલ કંપની થઈ બંધ, 21 હજાર નોકરીઓ પર સંકટ

0
28

વિશ્વની સૌથી મોટી ટ્રાવેલ કંપનીઓમાં સામેલ થોમસ કૂકે દેવાળુ ફૂંક્યું છે. થોમસ કૂક દુનિયાની સૌથી જૂની ટ્રાવેલ કંપની હતી. કંપની સોમવારે પડી ભાંગી છે. થોમસ કૂક લાંબા સમયથી ફંડની અછત સામે લડી રહી હતી. કંપનીના દેવાળિયા થયા બાદ ચીફ એક્ઝિક્યુટિવ પીટર ફેંક્ખસરે કહ્યું કે ખૂબ જ અફસોસની વાત છે કે કંપની લેણદારો પાસેથી રાહત પેકેજ મેળવવામાં નિષ્ફળ ગઈ છે, અને બિઝનેસમાંથી બહાર થઈ ચૂકી છે. હાલ કંપનીમાં 21 હજાર લોકો કામકરે છે. કંપનીએ દેવાળું ફૂંક્યા બાદ બાકી આ નોકરિયાતો પર સંકટ સર્જાયુ છે.યુકેના નાગરિક ઉડ્ડયયન પ્રાધિકરણે કહ્યું છે કે થોમસ કૂકે પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે અને રેગ્યુલેટર તેમજ સરકાર આગામી બે અટવાડિયામાં 1,50,000થી વધુ બ્રિટિશ ગ્રાહકોને ઘરે પાછા લાવવા માટે કામ કરશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે સોમવારે નિવેદન જાહેર કરતા કહ્યું,’હું અમારા લાખો ગ્રાહકો, હજારો કર્મચારીઓ, ભાગીદારોની માફી માગવા ઈચ્છુ છું, જેમણે વર્ષો સુધી અમારો સાથ આપ્યો છે.’ તેમણે કહ્યું કે મારા અને બાકી બોર્ડ માટે અફસોસની વાત છે કે અમે સફળ નથી થયા.CAAએ કહ્યું કે થોમસ કૂકનો બિઝનેસ બંધ થઈ ચૂક્યો છે, એટલે કંપનીની તમામ ફ્લાઈટ રદ થઈ ચૂકી છે. થોમસ કૂક દુનિયાની સૌથી જૂની હોલી ડે કંપની છે, જેમાં 21 હજારથી વધુ લોકો કામ કરે છે. થોમસ કૂક દેવાળિયુ થયા બાદ બ્રિટનની સૌથી જૂની કંપનીઓમાંની એક કંપની બંધ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે કંપની 15 દેશોમાં 1 વર્ષમાં 19 મિલિયન લોકો માટે હોટેલ, રિસોર્સ અને એરલાઈન્સ ચલાવતી હતી. જેમાંતી હાલ 6 લાખ લોકો વિદેશમાં છે. સરકાર અને વીમા કંપનીઓએ તેમના માટે મોટું બચાવ અભિયાન કરવું પડશે.