Saturday, June 13, 2026
HomeWorldયુવતીની આંખમાંથી નીકળે છે ક્રિસ્ટલનાં આંસુ

યુવતીની આંખમાંથી નીકળે છે ક્રિસ્ટલનાં આંસુ

Date:

Related stories

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

આર્મેનિયાના સ્પેન્ડેરિયન ગામમાં રહેતી સૅટેનિક કાજેરિયન નામની એક યુવતીની હાલત જોઈને ડૉક્ટરો પણ અચંબામાં છે. સામાન્ય રીતે આંસુ પ્રવાહી હોય, પણ આ બહેનની આંખોમાંથી લિટરલી ક્રિસ્ટલ જેવાં કડક આંસુ નીકળે છે. ડૉક્ટરો હેરાન છે કે તેની આંખમાંના આંસુ ક્રિસ્ટલ જેવા કેવી રીતે બની ગયા છે. સૅટેનિક એક બાળકની મા છે અને તેનો પરિવાર ખેતી કરે છે. તેની પાસે એટલા પૈસા નથી કે મોંઘી સારવાર કરાવી શકે.

સૅટનિક ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આંખોમાં જાણે ધૂળ પડી ગઈ હોય એવું લાગેલું. આંખમાંથી કણાની જેમ કશુંક ખૂંચવા લાગ્યું અને જોયું તો એ ક્રિસ્ટલ હતાં. તરત જ તે આ ટ્રાન્સપરન્ટ કટકા લઈને આંખના નિષ્ણાત પાસે ગઈ. શરૂઆતમાં ડૉક્ટરે દવાઓ આપી જેનાથી આંસુ નીકળવામાં રાહત મળી. જોકે હવે તો તો ક્રિસ્ટલ્સ નીકળવાનું પ્રમાણ પણ વધ્યું છે અને તકલીફ પણ વધુ થાય છે. ડૉક્ટરો પણ આ સ્થિતિ જોઈને હેરાન છે તેમને પણ આ રોગ શું છે એ સમજાતું નથી.

શરૂઆતમાં તો આ ક્રિસ્ટલ્સને તેમણે ગ્લાસમાં સંઘરી રાખવાનું શરૂ કરેલું. એમ છતાં ડૉક્ટરને તેમની વાત માન્યામાં નહોતી આવતી. પહેલાં તો યુવતી ગપ્પા મારે છે એમ સમજીને ડૉક્ટરે પણ તેને ક્લિનિકમાંથી કાઢી મૂકેલી, પણ જ્યારે તેમની સામે ક્રિસ્ટલનાં આંસુ નીકળવા લાગ્યા ત્યારે તેઓ વિચારમાં પડ્યા. આ કેસ વિશે આર્મેનિયાના સ્વાસ્થ્ય મંત્રાલયને પણ જાણ થઈ છે અને ડેપ્યુટી પ્રધાને આ કેસનો સ્ટડી કરીને મૂળ કારણ સમજીને એનો ઇલાજ કરવાની કોશિશ થશે એવી બાંયધરી આપી છે.

રશિયન નિષ્ણાત તાત્યાના શિલોવાનું કહેવું છે કે આંસુમાં પ્રોટીન, સૉલ્ટનું પ્રમાણ હોય છે અને વધુપડતા નમક કે પ્રોટીનને કારણે પણ આંસુ ઘન થઈ જાય એવું સંભવ છે. ઘણી વાર લિવર અને આંતરિક અવયવોમાં પણ આવા ક્રિસ્ટલ્સ થઈ શકે છે. આંખમાંના ક્રિસ્ટલ આંસુ હકીકતમાં શરીરની અંદરની બીજી કોઈ તકલીફના પ્રાથમિક લક્ષણો હોય એવું પણ સંભવ છે

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here