ચીનમાં બનેલી આ ઘટના જાણીને તમે તમારા બાળકને ઘરમાં એકલા મૂકીને જતા પહેલા સો વખત વિચાર કરશો. એમાંય જો તમારા ઘરે પણ આવી જાળી લાગાવેલી હોય તો તમારે ચોક્કસ સાવધાન રહેવું જોઈએ. ચીનના એક શહેરમાં ફ્લેટની બારીની બહાર લગાવેલી લોખંડની જાળીમાં એક બાળકનું ગળું ફસાઈ જતાં સૌના જીવ અદ્ધર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ચીનમાં આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે. જેમાં એક બાળક ચોથા માળે એક બાળક જાળીમાં ફસાઈ ગયું હતું.આ ઘટના ચીનના સિચાઉન પ્રાંતની પિંગશાન કન્ટ્રીના સિબિન શહેરમાં ગત 30મી મેએ બની હતી. જેનો વીડિયો હાલમાં સોશયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક બાળક ઘરની બારીમાં લગાવેલી જાળીમાં ફસાઈ ગયું છે. તેનું ગળું જાળીના સળિયાઓ વચ્ચે ફસાઈ ગચું છે અને તેનું શરીર નીચેની તરફ લટકી રહ્યું છે. આ બાળકની ઉંમર બે વર્ષ હોવાનું જણાવાઈ રહ્યું છે.પડોશીઓના જણાવ્યા મુજબ, આ ઘટના બની ત્યારે બાળક એકલું જ ઘરમાં હતું. તેની માતા શોપિંગ કરવા ગઈ હતી. બાળક જે બારીએ લટક્યું હતું તે જમીનથી 30 ફૂટ ઉપર હતી. પોલીસનું માનવું છે કે, બાળક રમતું-રમતું બારીમાં કૂદ્યું હશે અને ત ગળાના ભાગેથી આ રીતે જાળીમાં ફસાઈ ગયું હશે.ફ્લેટના કેટલાક રહેવાસીઓએ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લોખંડની અણીદાર ગ્રીલ પર ધાબળા જેવું કપડું નાખી દીધું હતું કે જેથી બાળક જો નીચે પડે તો તેને ઈજા ન થાય. કેટલાક લોકો નીચેની બાજુ ઊભા રહ્યા હતા જેથી બાળક પડે તો તેને કેચ કરી શકાય.વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એ વ્યક્તિ બાજુની બારીમાંથી બાળકને લટકતું જોઈ રહ્યો છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે, તે તેને બચાવવામાં અસમર્થ હોય. બાળક બચવા માટે તેના પગ આમ-તેમ ટેકવવા પ્રયાસ કરતો વીડિયો જોઈ શકાય છે. દરમિયાનમાં તેણે પોતાના હાથથી જાળી પણ પકડી રાખેલી જોઈ શકાય છે. જો, બાળક આ રીતે ફસાયું ન હોત તો સીધું જ નીચે જઈને પડ્યું હોત અને નીચે રહેલી ધારદાર ગ્રીલ પર પડવાની પૂરી શક્યતા હતી અને એવું થયું હોત તો બાળકનો જીવ જોખમમાં મૂકાઈ જાત.પોલીસના જણાવ્યા મુજબ, પોલીસ પહોંચે તે પહેલા જ બાળકની માતા ઘરે આવી ગઈ હતી અને તેણે બાળકને બચાવી લીધું હતું