
સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા માં વિકાસ વિકાસ કાર્યો પ્રગતિ માં છે જેમાં આજ રોજ સાવરકુંડલા તાલુકાના ભેકરા ગામે ભેકરા નાની વડાળથી ભોકરવા સુધીના રોડના રી-સર્ફેસિંગ (ડામરકરણ) કામનું ભૂમિપૂજન વિધાનસભાના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે શુભ મંગળમય રીતે સંપન્ન થયું. આ મહત્વપૂર્ણ વિકાસ યોજના રૂ. ૧૮૪ લાખના ખર્ચે અમલમાં મૂકવામાં આવી રહી છે. આ કામ પૂર્ણ થયા બાદ વિસ્તારના ગ્રામજનોને જરુરી મુસાફરી માટે વધુ આરામદાયક અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ થશે. આ રી-સર્ફેસિંગથી ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને સરળ વ્યવહાર અને પરિવહન મળશે.પ્રમુખ મહેમાન શ્રી ભરતભાઈ સુતરીયાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, “આ રોડના રી-સર્ફેસિંગથી ગ્રામજનોને અવરજવરમાં ખુબજ સહુલિયત મળશે અને ગ્રામ્ય વિકાસના નવા દ્વાર ખુલશે. સરકાર ગામડા ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને આ કામ તેનો જીવતો દાખલો છે.”તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા એ વિકાસ કાર્ય માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ભવિષ્યમાં આવા વધુ વિકાસ પ્રોજેક્ટો માટે પણ સતત પ્રયાસો ચાલુ રહેશે એવી ખાતરી આપી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રજની એમ. ડોબરીયા, મહામંત્રીશ્રીઓ શ્રી પ્રકાશ એચ. પાનસુરીયા અને શ્રી મુકેશ બી. આદ્રોજા સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, મંડળના હોદ્દેદારો અને અનેક ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ મોરચાના સભ્યો, તમામ બુથ પ્રમુખો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોનું ઉત્સાહપૂર્ણ હાજરી રહી હતી. ગ્રામજનો દ્વારા પણ આ વિકાસ કાર્યનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં વધુ સુધારાઓ અને સુવિધાઓ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.