પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મીલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાત જેટલા ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતો. દરમિયાન મીલમાં બે મજૂર ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફાયરના જવાનોએ બંનેને બહાર કાઢ્યા હતા. અને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક ગંભીર રીતે દાઝી ગયોછે.
પાંડસેરા વિસ્તારમાં આવેલી વસંત ફેબ્રીક મીલમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી મીલમાં કામ કરતા મજૂરોમાં અફરાતફરી મચી ગઈ હતી. મીલમાં આગ લાગી તે સમયે 6 જેટલા મજૂરો ભોજન કરી રહ્યા હતા. આગના કારણે મીલમાં ધુમાડો દેખાતા બે મહિલા અને બે પુરૂષ બહાર નીકળી ગયા હતા. જ્યારે અન્ય બે મજૂર મીલના પાછળના ભાગમાં ભાગ્યા હતા. જેથી તે બંને ફસાઈ ગયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com