અમદાવાદ માં કર્ણાવતી ક્લબ પાસે મિસ્ટર એન્ડ મિસિસ ઇન્ડિયા સ્પેશિયલી એબ્લડ 2021-22 ની માહિતી આપવા પ્રેસ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વખત દિવ્યાંગ બાળકો માં રહેલા ટેલેન્ટ ને બાહર લાવવા આ શૉ નું આયોજન કરવામાં આવ્યું છે.શો નું આયોજન સાર્થક ટીમ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે.
સાર્થક ટીમ ના ફાઉન્ડર અમિત તિવારી એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “આ શૉ ની શરૂઆત ઝારખંડ 3 ડિસેમ્બર થી થઈ છે જેમાં ઝારખંડ ના રાજ્યપાલ રમેશ બેસ સર મુખ્ય મેહમાન રહ્યા હતા. અમારા શો ના ઓડિશન છેલ્લા એક મહિના થી ગુજરાત ના અલગ અલગ શહેરો માં થઈ રહ્યા છે.સૌપ્રથમ વખત ઇન્ડિયા ના ઇતિહાસ માં આ શૉ થશે.
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ, શશીકુંજ પાલનપુર, મમતા મઁદિર જેવા ઘણા ચેરિટેબલ ટ્રસ્ટ નો સહયોગ અમને મળ્યો છે.
આ શો સાથે જોડાવવા તમે ડાયરેક્ટ કોલ અથવા વોટ્સઅપ કરી શકો છો.ધૃતિ મેમ, પૃથ્વી સર, નિલેશ સર જોડે પણ તમે સંપર્ક કરી શકો છો.
ટૂંક સમયમાં ગુજરાત માં થનાર સેમી ફાઇનલ ની તારીખ જાહેર કરાશે.