![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/2-2.jpg)
કલાકારોનું પ્રથમ ઓડિશન રોમાંચ, નર્વસનેસ અને અણધાર્યાં આશ્ચર્યોથી ભરચક હોય છે. ઉત્તમ નિયોજિત પ્રયાસ હોય કે ભાગ્યનો ટ્વિસ્ટ હોય, અભિનયની દુનિયામાં તે પ્રથમ પગલું કાયમી છાપ છોડે છે. એન્ડટીવીના કલાકારો સ્મિતા સાબળે (ધનિયા, ભીમા), ગીતાંજલી મિશ્રા (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ) તેમના પ્રથમ ઓડિશનના અનુભવો વિશે જણાવે છે.એન્ડટીવી પર ભીમામાં ધનિયાની ભૂમિકા ભજવતી સ્મિતા સાબળે કહે છે, ‘‘મને મરાઠી સિરિયલ માટે આપેલું મારું પ્રથમ ઓડિશન ગઈકાલે જ આપ્યું હોય તે રીતે યાદ છે! અભિનયની દુનિયામાં પ્રવેશ કરવા પૂર્વ મેં કેબિન ક્રુ તરીકે કામ કર્યું હતું, જેને લઈ અલગ અલગ સ્થળે પ્રવાસ કર્યો હતો અને નવા નવા લોકોને મળી હતી. મને તે સમયે એક મોડેલિંગના ફોટોશૂટ પછી ઓડિશન માટે સરપ્રાઈઝ કોલ આવ્યો. હું રોમાંચિત થવા સાથે બહુ ભયભીત પણ થઈ હતી. ઓડિશનના દિવસે હું આત્મવિશ્વાસ સાથે ગઈ, પરંતુ કેમેરા સામે આવતાં જ નર્સસ થઈ ગઈ. મારા હૃદયના ધબકારા વધી ગયા અને અચાનક હું સારી રીતે પ્રેક્ટિસ કરેલી લઈનો પણ ભૂલી ગઈ. મારો વારો આવ્યો, હું રૂમમાં ગઈ, દરેકને પ્રણામ કર્યા અને થીજી ગઈ હોય તે રીતે ઊભી રહી. ડાયરેક્ટરે સ્મિત કર્યું અને રિલેક્સ થવા કહ્યું. આખરે મેં મારો ડાયલોગ શરૂ કર્યો. મારા નર્વસનેસ છતાં મેં ઉત્તમ શોટ આપ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે મારી પસંદગી થઈ.’’ એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા ભજવતી ગીતાંજલી મિશ્રા કહે છે, “હું હંમેશાં કહું છું કે એક્સિડેન્ટલ એક્ટર છું અને તે એકદમ સાચું છું. મારું પ્રથમ ઓડિશન કેમેરાની સામે પ્રથમ શોટ હતો. તે અત્યંત અણધારી રીતે થયું. એક દિવસ સેટ પર ક્રિયેટિવ તરીકે કામ કરતા મારા પાડોશીએ મને બોલાવી. તેણે કહ્યું કે એક અભિનેત્રીએ છેલ્લી ઘડીએ પીછેહઠ કરી છે અને તેમને તુરંત રિપ્લેસમેન્ટની જરૂર છે. હું શું થઈ રહ્યું છે તે વિશે વિચાર કરું તે પૂર્વે તે મને સેટ પર લઈ ગઈ. અમુક ઝડપી ટચ-અપ કર્યા અને મને સ્ક્રિપ્ટ પકડાવી અને કેમેરાની સામે ધકેલી દીધી. મને શું ચાલી રહ્યું છે તે ખબર નહીં પડી. રિહર્સલ નહીં, તૈયારી નથી, પરંતુ જૂજ ડાયલોગ અને સાદી સૂચનાઃ ડાયરેક્ટર એકશન કહેતાં જ અભિનય કરો. આથી મેં ઊંડા શ્વાસ લીધા અને કહેવાયું તે મુજબ કર્યું. ડાયરેક્ટરે કટ એવી બૂમ પાડતાં જ કશું અણધાર્યું થયું. બધાએ તાળીઓ પાડવાનું શરૂ કર્યું. થોડી નર્વસ થઈ. મને લાગ્યું કે મેં બાફી માર્યું છે. જોકે મને પુછાયું કે કેમેરા સામે તમે પહેલી વાર આવ્યા છો ત્યારે મેં શરમાતાં શરમાતાં હા કહ્યું અને તેમની સરાહના વધી. તે સમયે મને ખ્યાલ આવ્યો કે મેં બહુ સારું સીન આપ્યું છે.’’એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રે કહે છે, “મને પ્રાદેશિક શેમ્પૂ કમર્શિયલ માટે ફોટો એડ માટે સિલેક્ટ કરાઈ ત્યારથી શરૂઆત થઈ. તે કોલ અણધાર્યો હતો, પરંતુ મને અભિનયની દુનિયામાં મારા માટે નાનો દરવાજો ખૂલી ગયો છે એવું મહેસૂસ થયું. તે મયે મારી પુત્રી ફક્ત 11 મહિનાની હતી અને હું નવી માતા જેવી હતી, જેની દુનિયા પુત્રી આસપાસ હતી. મને યાગ છે કે મારા હાથોમાં તેને લઈને ઓડિશન માટે ગઈ ત્યારે મારી આકાંક્ષાઓ અને જવાબદારીઓ વચ્ચે સંતુલન જાવતી હતી. આ પ્રવાસ અજ્ઞાત ભય અને તક મળી તેની ખુશી અને નવી દુનિયામાં પ્રવેશ કરવા વિશે નર્વસનેસ એમ મિશ્રિત ભાવનાઓ હતી. હું મારા પ્રથમ ઓડિશનના સ્થળે પહોંચી ત્યારે ઘણા બધા પ્રતિભાશાળી ચહેરાઓ ત્યાં હતા, બધાએ તૈયારીઓ કરી હતી અને આત્મવિશ્વાસ તેમના ચહેરા પર છલકાતો હતો. મેં ઊંડા શ્વાસ લીધા અને અંદર પ્રવેશ કર્યો. મારો ચહેરો કેમેરા સામે આવતાં જ વિચિત્ર શાંતિ મારી ભીતર છવાઈ ગઈ. નર્વસનેસ ઓછી થઈ અને મેં મારો ઉત્તમ શોટ આપ્યો. ઓડિશન સારું ગયું અને ટીમને મારા પરફોર્મન્સની બહુ સરાહના કરી.’’ જોતા રહો અદભુત અભિનય, ભીમા રાત્રે 8.30, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 અને ભાભીજી ઘર પર હૈ રાત્રે 10.30, દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર!