
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક અદાણી વિલ્મર લિમિટેડ (એડબ્લ્યુએલ) ‘Stories of Sanginis: A Tribute to Their Strength’ શીર્ષક હેઠળની આકર્ષક ચાર વીડિયોની સીરિઝ લોન્ચ કરીને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સુપોષણ સંગિનીઓને સન્માનિત કરે છે. આ સીરિઝ વિવિધ સંગિનીઓના યોગદાનને દર્શાવે છે જેઓ ભારતના વિવિધ ભાગોમાં ફોર્ચ્યુન સુપોષણ પહેલ માટેની ગ્રામીણ સ્વયંસેવિકાઓ છે અને આરોગ્ય તથા પોષણ અંગે તેમને જાગૃત કરીને સ્થાનિકોમાં હકારાત્મક ઊભી કરી છે.2016માં લોન્ચ થયેલો ફોર્ચ્યુન સુપોષણ પ્રોગ્રામ અદાણી ગ્રુપની સીએસઆર શાખા અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલ મૂકાયેલી અદાણી વિલ્મરની પહેલ છે. આ પ્રોજેક્ટ ગ્રામ પંચાયતો, સ્થાનિક સુશાસન સંસ્થાઓ, હેલ્થકેર સુવિધાઓ અને આશા વર્કરો સહિત હિતધારકો સાથે સક્રિય જોડાણ કરીને તેના અનોખા અભિગમ સાથે અગણિત લોકોના જીવન પર નોંધપાત્ર અસર ઊભી કરતો રહ્યો છે.ફોર્ચ્યુન સુપોષણ પહેલ આપણા સમુદાયોમાં ઓછી જાણીતી નાયિકાઓ એવી સુપોષણ સંગિનીઓનું ગર્વભેર સન્માન કરે છે જેઓ તેમની પ્રતિબદ્ધતા અને સ્થિતિસ્થાપકતા દ્વારા હકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપે છે. આ મહિલાઓ પાયાના સ્તરે સારા પોષણ, આરોગ્ય અને એકંદરે સુખાકારી માટે પરિવારોને માર્ગદર્શન આપીને મજબૂતાઈના પાયા તરીકે ઊભરી આવી છે.‘Stories of Sanginis: A Tribute to Their Strength’ નામની નવી લોન્ચ થયેલી સીરિઝનો પહેલો વીડિયો એક સંગિનીને દર્શાવે છે જેમાં તે આરોગ્યની તપાસ કરે છે, પોષણ જાગૃતિ અંગેના સેશન્સ ચલાવે છે અને મહિલાઓના જૂથને તાલીમ આપે છે. આ બધું તે પ્રોજેક્ટનો ભાગ રહીને પોતાના પરિવર્તનની વાર્તાઓ શેર કરતી વખતે કરે છે. એક આકર્ષક વોઇસઓવર પાયાના સ્તરે જીવનને ફરીથી આકાર આપવામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે.નવી શરૂ થયેલી વીડિયો સીરિઝ અંગે અદાણી વિલ્મર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અંગશુ મલિકે જણાવ્યું હતું કે, “સુપોષણ સંગિનીઓ પરિવર્તનની સાચી શિલ્પી છે, જે સમુદાય સ્તરે પરિવર્તન લાવે છે. બધા સમુદાયો માટે આરોગ્ય અને પોષણ સુધારવા માટેનું તેમનું અથાક સમર્પણ સશક્તિકરણની ભાવનાનું ઉદાહરણ આપે છે. ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ અમારા માટે ખૂબ જ અર્થપૂર્ણ છે અને અમે કુપોષણ તથા એનિમિયા સામે લડવા તરફની તેની પ્રગતિ અંગે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. આ પ્રેરણાદાયી વીડિયો સીરિઝ દ્વારા તેમના અવિરત પ્રયાસો દર્શાવતા અમે સન્માનિત છીએ અને આશા છે કે તેમની વાર્તાઓ ઘણા લોકોને તેમની સુખાકારીની જવાબદારી સંભાળવા અને તેમની આસપાસના લોકોને ઉત્થાન આપવા માટે પ્રેરણા આપશે.”આ વીડિયો સીરિઝનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર જોરશોરથી પ્રચાર કરવામાં આવશે. કંપનીએ સુપોષણ સંગિનીઓ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને પ્રકાશિત કરવા અને સ્વસ્થ અને વિકાસશીલ રાષ્ટ્રના નિર્માણમાં તેમના પ્રયાસોને ઓળખવા માટે એક સમગ્ર ભારતમાં પ્રિન્ટ જાહેરાતનું પણ આયોજન કર્યું છે.ફોર્ચ્યુન સુપોષણ પહેલે તેની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં 14 રાજ્યોમાં 34થી વધુ સ્થળોએ તેની પાંખો ફેલાવેલી છે, જેમાં 1,946 ગામડાં અને 190 ઝૂંપડપટ્ટીઓ આવરી લેવામાં આવી છે અને લગભગ 2.5 મિલિયન લોકોના જીવનને સ્પર્શી રહી છે. તે 0-5 વર્ષની વય જૂથના 1,79,873 બાળકો સુધી પહોંચવામાં, પ્રજનન વયની 3,28,854 થી વધુ મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં અને અનુરૂપ હસ્તક્ષેપો દ્વારા 1,08,606 કિશોરીઓ સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.આ કાર્યક્રમ સ્વસ્થ અને વધુ સશક્ત ભવિષ્યને આકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, અમે દરેકને આ નોંધપાત્ર મહિલાઓની ઉજવણી કરવા અને મજબૂત, સ્વસ્થ સમુદાયો તરફના અભિયાનને ટેકો આપવા આમંત્રણ આપીએ છીએ.