
વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના રોજ લેવીશ ગ્રીન ખાતે વિકેન્ડ વિન્ડો નું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે 5 વાગ્યા થી મોડી રાત્રી સુધી ચાલુ રહેશે. આ ઇવેન્ટ માં દુબઇ,મુંબઇ,અમદાવાદ,પૂને, બેંગ્લોર વગેરે જગ્યાએ થી ડિઝાઈનર્સ એ ભાગ લીધો છે. આ વખતે અયોધ્યા નું ફેમસ બેન્ડ કારવાન સૌપ્રથમવાર ગુજરાત માં વિકેન્ડ વિન્ડો ખાતે પરફોર્મ કરશે. વિકેન્ડ વિન્ડો ના ના સ્થાપક મીરા અંબાસના શાહ અને હર્ષિત શાહે જણાવ્યું કે “આ ઇવેન્ટ માં 200 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર્સ, ૫૦ થી વધુ બાળકો માટે ના વર્કશોપ અને ૨૦ થી વધુ રાઇડ્સ, ૩૫ થી વધુ આર્ટિસ્ટ ના લાઈવ પરફોર્મન્સ, લાઈવ ડાન્સ,વિવિધ વાનગીઓ,લાઇવ ડીજે, ફલેશ મોબ,ઝુમ્બા પર્ફોર્મન્સ,એનજીઓ સ્ટોલ,આર્ટ અને ક્રાફ્ટ ને લગતા સ્ટોલ્સ અને કોમેડીયન્સ દ્રારા પર્ફોર્મન્સ જેવી અનેક વસ્તુઓ એક જ જગ્યાએ જોવા મળશે. આ એક એવું એકઝીબિશન છે જ્યાં ગુણવત્તાની સાથે સાથે અમે ગ્રાહકો ની ખરીદક્ષમતા નું પણ ધ્યાન રાખીએ છીએ. આ વર્ષે સમર વેકેશન ને ધ્યાન માં રાખીને અમે લોકો ના મનોરંજન માટે અનેક કાર્યક્રમો નું આયોજન કરેલ છે. આ પ્રકાર ના એકઝીબિશન ને કારણે એવા અનેક ડિઝાઇનર્સ અને સ્ટાર્ટઅપ્સ ને મંચ મળી રહે છે જે લોકો ઘરે થી કામ કરે છે અથવા બિઝનેસ માટે જેમની જોડે ઓફિસ કે વધુ ઇન્વેસ્ટમેન્ટ ની ક્ષમતા નથી.”