Monday, February 24, 2025
HomeGujaratઅમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ:દેશનાં 11થી વધુ મંદિરોના ભગવાનનાં...

અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ:દેશનાં 11થી વધુ મંદિરોના ભગવાનનાં થશે સાક્ષાત્ દર્શન

Date:

spot_img

Related stories

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...
spot_img

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. જેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.આ મેળામાં વિભિન્ન સંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. રોજના 2.5 લાખ લોકોને ગંગાસ્નાનની અનુભૂતિ કરાવાશે.આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મને આગળ લઈ જઈ જે યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહ્યા છે તેના બદલે ખરેખર સનાતન ધર્મ શું છે અને તેનો ઇતિહાસ શું છે તે વિશે સાચી માહિતી મેળવી શકે. ફક્ત ગ્રંથોને બદલે તેનું નાટક કે વિડીયો બતાવવામાં આવે તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામની રૂચિ વધે છે. તેમજ સર્વ ધર્મ સમભાવના ઉદ્દેશ્ય સાથે તમામ જ્ઞાતિ સમાજના લોકો એક સાથે ભેગા થઈને યજ્ઞમાં પણ ભાગ લેશે, એટલે કે નાતજાતનો ભેદ ભૂલીને સૌ કોઈ સનાતની છીએ તે મંત્રને પુરવાર કરવા આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા અગાઉ પણ વર્ષ 2018માં આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તે વર્ષે આ વર્ષની સરખામણીએ નાના પાયે આયોજન હતું. આ વર્ષે વસ્ત્રાપુર ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દર બે વર્ષે આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવશે.

VR અને ARથી લાઈવ દર્શન કરી શકાશે :
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના સચિવ ઘનશ્યામભાઈ વ્યાસ એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં અને દેશનાં 11 જેટલાં મંદિરોનું ટેક્નોલોજીના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકાશે. જેમાં કેટલાંક મંદિરોમાં હજારો લોકોની ભીડમાં દૂરથી ફક્ત ભગવાનની એક ઝલક મેળવી શકાય છે, પરંતુ અહીં એક જ સ્થળ ઉપરથી ટેક્નોલોજી એટલે કે VR(વર્ચ્યૂઅલ રિયાલિટી) અને AR(ઓગમેન્ટેડ રિયાલિટી ) ટેક્નોલોજીના માધ્યમથી લાઈવ દર્શન કરી શકાશે.દરરોજ લગભગ અઢી લાખ લોકો તેનો લાભ લઈ શકશે. સવારના 9 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી આ અધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે. તથા તેનો લાભ કોઈપણ વ્યક્તિ નિઃશુલ્ક લઇ શકશે.મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં 2000 બહેનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે. 5000 યુવાઓ દ્વારા બાઈક રેલી સાથે Youth for Nation યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

250થી વધુ સેવાભાવી સંસ્થાઓ સહભાગી થશે :
ISRO, NCC સહિત 250થી વધુ સેવાભાવી સંસ્થાઓ આ મેળામાં સહભાગી થવાની છે. રોજ રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી અર્ચન ત્રિવેદી (ફિલ્મ દિગ્દર્શક અને કલાકાર) અને સાથીદારો, સાંઈરામ દવે અને સાથીદારો, બંકિમ પાઠક, અસિત વોરા અને કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. પ્રદર્શની વિભાગ દ્વારા સશસ્ત્ર દળો-શસ્ત્રસરંજામ, NCC & BSF, વિજ્ઞાન આધારિત–ઓડિયો, વીડિયો, 3D-અનિમેશન, AR, VR થકી જીવંત અનુભૂતિ, HSSF મૂળભૂત આયામ, કુટુંબ પ્રબોધન, ગર્ભાધાન સંસ્કાર, પુણ્યશ્લોક અહલ્યાબાઈ વિષય પર સુંદર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here