
હાઈ-પરફોર્મન્સ સ્માર્ટફોન બ્રાન્ડ આઈકુ હવે ભારતમાં 26 મે, 2025ના રોજ નવીનતમ આઈકુ નીઓ 10 લોન્ચ કરીને મોબાઈલ પરફોર્મન્સની નવી વ્યાખ્યા આપવાનું તૈયાર છે.મુખ્યત્વે મલ્ટીટાસ્કિંગ યુવાપેઢી અને નવી નોકરી શોધી રહેલા યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલો, આઈકુ નીઓ 10 તેના સેગમેન્ટમાં ભારતનો સૌથી ઝડપી સ્માર્ટફોન¹ છે, જે ફ્લેગશિપ લેવલની પરફોર્મન્સ, ઇનોવેશન અને સ્પીડ ઓફર કરે છે. આ ભારતમાં પહેલો સ્માર્ટફોન છે જેમાં સ્નેપડ્રેગન 8એસ ઝેન 4 પ્રોસેસર આપવામાં આવ્યો છે, જે અગ્રણિત ધોરણની સ્પીડ અને ઇફિશિયન્સી આપે છે. આઈકુ ના ખાસ સુપરકોમ્પ્યુટીંગ ચિપ ક્યુ1 સાથે જોડાઈને, આ ફોનને એનટુટુ બેનચમાર્ક પર 2.42 મિલિયનથી વધુ સ્કોર મળ્યો છે, જે સેગમેન્ટમાં નવી અપેક્ષાઓ ઊભી કરે છે. આ સ્માર્ટફોનમાં 144fps ગેમિંગ સપોર્ટ² છે અને તે સેગમેન્ટનો એકમાત્ર ફોન છે જેમાં 7000એમએમ વેપર કૂલિંગ ચેમ્બર આપવામાં આવ્યો છે.નીઓ 10 એ 7000એમએએચ બેટરી સાથે ભારતમાં સૌથી પાતળો સ્માર્ટફોન³ છે, જેની જાડાઈ માત્ર 0.809 સેમી છે. સાથે 120 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી હોવાથી યુઝર્સને દિવસભરનો સપોર્ટ મળે છે.ઈમર્શિવ એક્સપિરિયન્સ માટે, આ સ્માર્ટફોનમાં 5500 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથેનો, સેગમેન્ટનો સૌથી તેજસ્વી 1.5કે 144 હર્ટઝએમોલેડ ડિસ્પ્લે⁴* આપવામાં આવ્યો છે. કેમેરા ફ્રન્ટે, તેમાં 50એમપી સોની આઇએમએકસ 882 ઓઆઇએસ કેમેરા, 8એમપી અલ્ટ્રા-વાઇડ, અને 32એમપી ફ્રન્ટ કેમેરા છે. પાછળ અને આગળ બંને કેમેરાથી 4કે@60એફપીએસ રેકોર્ડિંગ કરી શકાય છે, જેનાથી પ્રોફેશનલ લેવલની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી શક્ય બને છે. આ ફોન બે કલર વિકલ્પ ઇન્ફર્નો રેડ અને ટાઈટેનિયમ ક્રોમ માં લોન્ચ થશે. આઈકુનો ‘મેક ઇન ઈન્ડિયા’ માટેનો પ્રતિબદ્ધ અભિગમ ચાલુ રાખતાં,આઈકુ નીઓ 10નું ઉત્પાદન વિવો ની ગ્રેટર નોઈડા ફેક્ટરીમાં કરવામાં આવશે. ગ્રાહકોને બિનજટિલ आफ્ટર-સેલ્સ સર્વિસ આપવા માટે, આઈકુના 670થી વધુ સર્વિસ સેન્ટર્સ ભારતમાં ઉપલબ્ધ છે.