
એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવવા સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો અને પોતાના કર્મચારીઓ માટે સમાન તકોને પ્રોત્સાહન આપવા અને વિવિધતા માટે ટાટા ગ્રુપની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ #AccelerateAction સાથે પડઘો પાડતા એર ઈન્ડિયા ગ્રુપે હવામાં અને ભૂમિ પરની તમામ કામગીરીમાં સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ સાથે આકાશમાં ઉડાન ભરી હતી તેમજ મહિલા કર્મચારીઓ માટે શ્રેણીબદ્ધ પહેલ અને મહિલા મુસાફરો માટે વિશેષ ઓફર્સ પણ રજૂ કરી હતી.કુલ મળીને પસંદગીના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રૂટ્સ પર એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા ચલાવાતી 18 ફ્લાઇટ્સનું સંપૂર્ણપણે મહિલા ટીમ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં પાઇલટ્સ, કેબિન ક્રૂ, વિમાન પર બધી જ મહિલા કર્મચારીઓ માટે ડ્યૂટી નક્કી કરનારા ક્રૂ રોસ્ટર પ્લાનિંગ એનાલિસ્ટ્સ, ફ્લાઇટ ડિસ્પેચર્સ, આગમનથી પ્રસ્થાન સુધી ફ્લાઇટ્સનું આયોજન અને નિરીક્ષણ કરતા હવામાનશાસ્ત્રી, ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ અને બાકીની જરૂરિયાતો સાથે અનુપાલન સુનિશ્ચિત કરતા તમામ ક્રૂનું ટ્રેકિંગ કરતા ક્રૂ કંટ્રોલર્સ અને એર ઈન્ડિયાની કામગીરીના દિવસ પર દેખરેખ રાખતા મહિલા ઓપરેશન્સ કંટ્રોલ ડ્યૂટી મેનેજર્સ સમાવિષ્ટ હતા.જે સ્થળોએ આ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું તેમાં મેલબોર્ન (જે સૌથી લાંબો રૂટ હતો), લંડન હીથ્રો, દમ્મામ, મસ્કત, રસ અલ ખૈમાહ, અબુ ધાબી, વારાણસી, પૂણે, વિશાખાપટ્ટનમ, કોલકાતા, બાગડોગરા, ભુવનેશ્વર, વિજયવાડા અને ગુવાહાટી સમાવિષ્ટ હતા.એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તથા એર ઈન્ડિયા એક્સપ્રેસના ચેરમેન કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે “એર ઈન્ડિયા ગ્રુપમાં અમને ગર્વ છે કે મહિલાઓ નેતૃત્વ કરે તે અપવાદ કરતાં સામાન્ય બાબત છે. ભારત મહિલા કમર્શિયલ પાઇલટ્સની સંખ્યામાં વિશ્વમાં અગ્રેસર છે અને એર ઈન્ડિયા ગ્રુપ આ સિદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. અમે વૈવિધ્યસભર, ન્યાયી અને સમાવિષ્ટ કાર્યબળનું જતન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને અમારી પરિવર્તન યાત્રાને આગળ ધપાવતા મુખ્ય નિર્ણય લેવાની ભૂમિકાઓમાં મહિલાઓ પ્રતિનિધિત્વ ધરાવે છે.”એર ઈન્ડિયામાં કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યા 46 ટકા, પાઇલટ્સમાં 16 ટકા છે જે વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ ત્રણ ગણી છે. ગ્રાઉન્ડ સર્વિસિસમાં 21 ટકા સ્ટાફ, ફાઇનાન્સમાં 27 ટકા અને ડિજિટલ તથા ટેકનોલોજી વિભાગમાં 22 ટકા મહિલાઓ છે અને એર ઈન્ડિયા ટાટા જૂથમાં પરત ફરી પછી આ બધી સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.એર ઈન્ડિયા આઈએટીએની #25by2025 પહેલ પર પણ હસ્તાક્ષરકર્તા છે અને તેનો ઉદ્દેશ્ય મધ્યમ અને વરિષ્ઠ સ્તરે મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે.એર ઈન્ડિયાની લૉ-કોસ્ટ કેરિયર એર ઈન્ડિયા એક્સપ્રેસ આ પ્રતિબદ્ધતાનું વધુ ઉદાહરણ આપે છે, જેમાં તેના પાઇલટ્સમાં 13 ટકાથી વધુ મહિલાઓ છે અને તેના કુલ કાર્યબળના લગભગ અડધા જેટલા સ્ટાફમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છે.
એર ઈન્ડિયામાં મહિલાઓની ઊજવણી :
સંગઠનાત્મક સ્તરે એર ઈન્ડિયાએ #HerMatters પહેલ શરૂ કરી છે જેથી તેની મહિલા કર્મચારીઓને તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત મોરચે જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી પસાર થવામાં મદદ મળી શકે અને વર્ક-લાઇફ ક્ષેત્રે વધુ સારા સંતુલન માટે મદદ મળી શકે. એરલાઇને મહિલાઓ માટે નાણાંકીય સ્વતંત્રતા, માતૃત્વ પછી કામ પર પાછા ફરવા અને એરલાઇનમાં મહિલા અગ્રણીઓનું જતન કરવા માટે સપોર્ટથી સ્પોન્સરશિપ તરફના પરિવર્તન જેવા વિષયો પર વેબિનાર્સ અને પેનલ ડિસ્કશન્સનું આયોજન કર્યું હતું.એર ઈન્ડિયા ગ્રુપે દિલ્હીના નેશનલ કેપિટલ રિજનની કન્યા શાળાઓમાં ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી પર સેશન્સનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું છે જેથી યુવા વર્ગની મહિલાઓને ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળી શકે. આ પહેલ હેઠળ એર ઈન્ડિયાના કર્મચારીઓ આ શાળાઓની મુલાકાત લેશે અને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં તેમના અનુભવો અને વિકાસની તકો અંગે માહિતી આપશે.
મહિલા મુસાફરોની એક્સક્લુઝિવ ઓફર્સ સાથે ઊજવણી :
વધુમાં એર ઈન્ડિયાએ 1-8 માર્ચ 2025 દરમિયાન ખાસ પ્રમોશન અને લાભો ઓફર કર્યા હતા, જેમાં પીએનઆરમાં ઓછામાં ઓછી એક મહિલા સાથે બુકિંગ માટે ભાડામાં ડિસ્કાઉન્ટ અને ગિફ્ટ કાર્ડ ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે, જે મહિલાઓને તેમની મુસાફરીની જવાબદારી સંભાળવા સક્ષમ બનાવે છે અને પ્રોત્સાહિત કરે છે.