નવી દિલ્હી : પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. ડિપ્લોમસી નોટ્સની આપ-લે બાદ હવાઈ સેવા સમજૂતી લાગુ થશે. જેમાં પુષ્ટી કરાશે કે બંને પક્ષોએ સમજૂતી લાગુ કરવા માટે જરુરી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.ગુયાના સાથે હવાઈ સેવા સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓની જોગવાઈઓ માટે એક રુપરેખા તૈયાર કરાશે. તેની સાથે એવિયેશન માર્કેટ અને ભારતમાં એવિયેશન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મજબૂત કરવા માટે અત્યાર સુધી અનેક દેશો સાથે એર સર્વિસ સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે. ખરેખર એર સર્વિસિઝ એગ્રીમેન્ટ બે દેશો વચ્ચે હવાઈ સંચાલન માટે કાનૂની માળખું પૂરું પાડે છે. જે દેશોની સંપ્રુભતા, વાહનોની રાષ્ટ્રીયતા અને પ્રત્યેક પક્ષની નોમિનેટ એરલાઈન્સ માટે કોમર્શિયલ ઓપોર્ચ્યુનિટી પર આધારિત છે. હાલમાં ભારત અને ગુયાનાના સહાકારી ગણરાજ્યની સરકાર વચ્ચે કોઈ હવાઈ સેવા સમજૂતી થઈ નથી.