
ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં તેનું વાર્ષિક ‘કસ્ટમર ડે’ વિશાળ સ્તરે ઉજવ્યું. આ અનોખી પરંપરાના ભાગરૂપે, કંપનીના 4,300થી વધુ કર્મચારીઓ બુધવારે તેમના કચેરીઓમાંથી બહાર નીકળ્યા અને ગ્રાહકો, રિટેલર્સ તથા મુખ્ય હિતધારકો સાથે સીધો સંપર્ક સાધ્યો, જેનાથી એરટેલની ગ્રાહક સંતોષ અને સેવા ઉત્તમતા પ્રત્યેની અડિગ પ્રતિબદ્ધતા સાબિત થાય છે.આ રાષ્ટ્રીય સ્તરની પહેલ દ્વારા એરટેલના કર્મચારીઓ ગ્રાહકોની જરૂરિયાતો, પડકારો અને અપેક્ષાઓને તટસ્થ રીતે સમજવાની તક મેળવે છે. વ્યક્તિગત વાતચીત દ્વારા, કંપની પોતાની સેવા ગુણવત્તા વધુ સુધારવા માટે પ્રયત્નશીલ રહે છે, જેથી ગ્રાહક પ્રતિસાદને ભવિષ્યની વ્યૂહરચનાઓમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવી શકે.