
વૈશ્વિક ફેશન ફૂટવેર અને એસેસરીઝ બ્રાન્ડ એલ્ડો એ પેલેડિયમ અમદાવાદમાં તેના સમર-સ્પ્રિંગ કલેક્શનનું વિશિષ્ટ પૂર્વદર્શન યોજ્યું, જેમાં નવા અને તાજગીભર્યા ફ્લોરલ કલેક્શનના બેગ અને ફૂટવેર રજૂ કરવામાં આવ્યા. આ ઇવેન્ટમાં ફેશન પ્રેમીઓ, ટ્રેન્ડસેટર્સ અને હાઈ-પ્રોફાઇલ મહેમાનો (એચએનઆઈ) માટે એક શાનદાર શોપિંગ અને લક્ઝરીનો અનુભવ બન્યો.આ કલેક્શનની ખાસિયત એ હતી કે તેમાં સૌંદર્ય અને આધુનિકતાનો સુમેળ સાધતા સુખદ ફ્લોરલ ડિઝાઈન્સ રજૂ કરવામાં આવ્યા, જે સમર અને સ્પ્રિંગ સીઝનની તાજગી દર્શાવે છે. ઉપસ્થિત મહેમાનો માટે પ્રીમિયમ કલેક્શનની નજીકથી ઝલક મેળવવાનો અને નવું ટ્રેન્ડ અનુભવવાનો અનન્ય અવસર રહ્યો. કલેક્શનના બેગ અને ફૂટવેરમાં સદાબહાર ફ્લોરલ પેટર્ન, નાજુક પેસ્ટલ શેડ્સ અને સ્ટાઈલિશ ડિઝાઇન રજૂ કરવામાં આવ્યા, જે આરામ અને હાઈ-ફેશનનો સંપૂર્ણ સંયોજન પ્રસ્તુત કરે છે.ઇવેન્ટની રોચકતા વધારવા માટે મહેમાનો માટે ખાસ 50% કેશબેક વાઉચરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે તેમની આગામી ખરીદી માટે માન્ય રહેશે, શોપિંગ અનુભવને વધુ આનંદમય બનાવતા. ઉપરાંત, એલ્ડો એ એક આકર્ષક ફોટો બુથ પણ ગોઠવ્યું હતું, જ્યાં મહેમાનો પોતાનું મેમોરેબલ મોમેન્ટ કૅપ્ચર કરી શક્યા અને બ્રાન્ડના નવા અને સ્ટાઈલિશ કલેક્શનનો આનંદ માણી શક્યા.એલ્ડોનું આ વિશિષ્ટ પૂર્વદર્શન પેલેડિયમ અમદાવાદના પ્રથમ માળ પર એલ્ડો સ્ટોરમાં યોજાયું, જ્યાં 40 થી વધુ પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા, જેમને જાણીતી ગેસ્ટ લિસ્ટર મનીષા કથુરિયા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટને વધુ યાદગાર બનાવવા માટે કેફે અલ્લોરા (બેલોના) દ્વારા વિશિષ્ટ ફૂડ અને બેવરેજિસની વ્યવસ્થા કરવામાં આવી હતી.