અમરેલીના ખેડૂતે છાશ અને દેશી ગોળથી એવુ ખાતર બનાવ્યું કે જમીન સોનુ પકવતી થઈ ગઈ

0
27
વિઘામાં રૂપિયા 1.50 લાખનો ઉતારો થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર્ગેનિક ખેતી ઉપર ખેડૂતોને ખાસ ધ્યાન આપવાનું કહે છે ત્યારે અમરેલીના નાના આંકડીયા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમા ઉત્પાદન લે છે.
વિઘામાં રૂપિયા 1.50 લાખનો ઉતારો થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર્ગેનિક ખેતી ઉપર ખેડૂતોને ખાસ ધ્યાન આપવાનું કહે છે ત્યારે અમરેલીના નાના આંકડીયા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમા ઉત્પાદન લે છે.

અમરેલી જિલ્લાના નાના આંકડીયા ગામના પ્રગતિશીલ ખેડુતે મરચાનું કર્યું બમ્પર ઉત્પાદન.એક વિઘામાં 150 મણ મરચાનું ઉત્પાદન દર વર્ષે ખેડુત લે છે. વિઘામાં રૂપિયા 1.50 લાખનો ઉતારો થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર્ગેનિક ખેતી ઉપર ખેડૂતોને ખાસ ધ્યાન આપવાનું કહે છે ત્યારે અમરેલીના નાના આંકડીયા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમા ઉત્પાદન લે છે. આ ખેડૂતને રાજ્યપાલ તરફથી પણ ઓર્ગેનિક ખેતીને લઈને એવોર્ડ પણ મળ્યા છે.

અમરેલીતાલુકાના નાનકડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન લઈ રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાય આધારિત ખેતી ઉપર ખૂબ જ ભાર આપી રહ્યા છે, ત્યારે ખેડૂતો પણ હવે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. અમરેલીના નાના આકડીયા ગામના કેતનભાઇ નામના ખેડૂતે જીવામૃત દ્વારા છેલ્લા સાત વર્ષથી ખેતી કરી રહ્યા છે. જીવામૃતમાં ગાયનું છાણ, ગૌમુત્ર, છાશ, દેશી ગોળ તેમજ કોઈપણ એક દાળનો લોટ આ બધાનું મિશ્રણ કરીને જીવામૃત બનાવવામાં આવે છે. ત્યારે છેલ્લા સાત વર્ષથી જીવામૃતનો ઉપયોગ કરીને ખેતી કરતા ખેડૂતોને પોતાના પાકનો ઉતારો પુષ્કળ પ્રમાણમાં આવે છે. કેતનભાઇ નામના ખેડૂતે બે વીઘામાં મરચાનું વાવેતર કર્યું હતું. જીવામૃતનો ઉપયોગ કરવાથી મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને બીજા ખેડૂત કરતા મરચાનો પાક પણ ખૂબ જ સારો થયો છે. ગુજરાતના રાજ્યપાલ દ્વારા નાનાઆકડીયા ગામના પ્રગતિશીલ ખેડૂત કેતન ખોયાણીને એવોર્ડ પણ મળેલા છે.