
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સમર્થનથી, 5 થી 11 માર્ચ, 2025 દરમિયાન અમદાવાદના નારણપુરા સ્થિત GSC બેંક ખાતે એક રોમાંચક રાષ્ટ્રીય ટીમ (પુરુષો અને મહિલા) ચેસ ચેમ્પિયનશિપ-2025નું આયોજન કરી રહ્યું છે. ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા પછી, મહિલા એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમ 3 પોઈન્ટ સાથેટુર્નામેન્ટમાં આગળ છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આંધ્રપ્રદેશ A ટીમને હરાવીને બોર્ડમાંપ્રથમ સ્થાન મેળવ્યું છે. આવતીકાલે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા બોર્ડ પર પોતાની લીડજાળવી રાખવા માટે PSPB ટીમ સામે ટક્કર લેશે. PSPB 3 પોઈન્ટ સાથે અને મહારાષ્ટ્ર A 2 પોઈન્ટસાથે બોર્ડમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.પુરુષોની ટીમમાં, ચોથા રાઉન્ડ પૂર્ણ થયા પછી, RSPB B 4 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં આગળ છે.RSPB B એ કેરળની ટીમને હરાવીને બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પાંચમા રાઉન્ડમાં RSPB B એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સામે ટકરાશે. પુરુષોની શ્રેણીમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને RSPB A અનુક્રમે 4 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. ગર્લ્સ ગુજરાત A ટીમમાં, નંદિની મુદલિયાર અને આસુદાની રૂહાની રાજે સારું પ્રદર્શન કર્યું. આ બંને છોકરીઓએ ત્રીજા રાઉન્ડમાં પોતાનો વિજય નિશ્ચિત કર્યો. પુરુષોની ગુજરાત A ટીમમાં, કુશલ જાની અને કર્તવ્ય અનડકટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. કુશલે મહારાષ્ટ્ર A ના કુશાગ્ર જૈનને અને કર્તવ્યે મહારાષ્ટ્ર A ના માનસ ગાયકવાડને હરાવીને ગુજરાત A ટીમ માટે પોતાની લીડ જાળવી રાખી. ગુજરાત B ટીમે પણ સારું પ્રદર્શન કર્યું. રાજ વ્યાસ, વૃંદેશ પારેખ અને આદિત્ય મેલાણીએ ચોથા રાઉન્ડમાં મેચ જીતી લીધી.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ સાઠ ટીમો (પુરુષ શ્રેણીમાં 40 ટીમો અને મહિલાશ્રેણીમાં 20 ટીમો) ભાગ લઈ રહી છે. આ ચેમ્પિયનશિપમાં મહિલાઓમાં સાત રાઉન્ડ અને પુરુષોમાં નવ રાઉન્ડ રમાશે.દરેક શ્રેણીમાં ટોચના દસ ખેલાડીઓ (૧૦ પુરુષ અને ૧૦ મહિલા) વચ્ચે કુલ ૧૦ લાખ રૂપિયાનું
રોકડ ઇનામ આપવામાં આવશે.