
પોતાના શ્રેષ્ઠતમ સ્કીનકેર ફોર્મ્યુલેશન્સ માટે જાણીતા એન્કર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ગ્રુપની પ્રીમિયમ બ્યૂટી સૉપ બ્રાન્ડ ડાયનાએ જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુરને તેની નવી બ્રાન્ડ એમ્બેસડર તરીકે જાહેર કરી છે. પોતાની સુંદરતા, આત્મવિશ્વાસ અને કુદરતી સૌંદર્ય ધરાવતી મૃણાલ ડાયનાના સારને સંપૂર્ણપણે સાર્થક કરે છે અને તેને બ્રાન્ડના લેટેસ્ટ કેમ્પેઇન ‘પહલી ઝલક કરે ખૂબસૂરત અસર’ માટે આદર્શ ચહેરો બનાવે છે. આ જાહેરાત પ્રીમિયમ બ્યૂટી સૉપ સેગમેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે ડાયનાની વ્યૂહાત્મક પહેલ છે, જે મૂલ્ય સાથે સમાધાન કર્યા વિના અનેરો સ્કીનકેર અનુભવ ઇચ્છતા ગ્રાહકો માટે હાથ ધરાઈ છે. એક મહત્વાકાંક્ષી આદર્શ તરીકે મૃણાલ એવી આધુનિક મહિલાઓ સાથે ગહનપણે જોડાય છે જેઓ સુંદરતા, આત્મવિશ્વાસ અને પોતાની સંભાળ રાખવાને પ્રાથમિકતા આપે છે.ડાયના સાથેનું મૃણાલનું જોડાણ એવા સમયે થયું છે જ્યારે બ્રાન્ડ પ્રીમિયમ બ્યૂટી સેગમેન્ટમાં પોતાની હાજરી વિસ્તારી રહી છે અને 76 ટકા ટીએફએમ (ટોટલ ફેટી મેટર) અને શૂન્ય ફિલર્સ સાથેના ગ્રેડ 1 સૉપ ઓફર કરી રહી છે જે સંપૂર્ણ શુદ્ધતા અને અસરકારકતાનું પ્રતીક છે. અસલી ઘટકતત્વો સાથે બનેલો ડાયના સૉપ ગહનપણે પોષણ આપવા, લાંબો સમય સુધી તાજગી જાળવવા અને ચમકતી ત્વચા સુનિશ્ચિત કરે છે જે તેને વૈભવતાપૂર્ણ રીતે પોતાની સંભાળ રાખવા માંગતી મહિલાઓ માટે પહેલી પસંદ બનાવે છે. એન્કર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ડિરેક્ટર કરણ શાહે જણાવ્યું હતું કે “ડાયના શાલીનતા, સંતુલન અને કાલાતીત સુંદરતા માટે વખણાય છે અને મૃણાલ ઠાકુર સાચા અર્થમાં તેનું પ્રતિનિધિત્વ કરે છે. ટેલિવિઝનથી બોલિવૂડ સુધીની તેની સફર અમારી બ્રાન્ડની પ્રગતિનું પ્રતિબિંબ પાડે છે અને તેને અમારા માટે પરફેક્ટ બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે. અમે આ સહયોગ અંગે રોમાંચિત છીએ અને માનીએ છીએ કે તે સુંદરતા માટે સભાન ગ્રાહકોમાં ડાયનાની અપીલને વધારશે.”
આ અંગે મૃણાલ ઠાકુરે જણાવ્યું હતું કે “હું ડાયના સાથે ભાગીદારી કરતા રોમાંચ અનુભવું છું. આ એક એવી બ્રાન્ડ છે જે ખરેખર સુંદરતા અને આત્મવિશ્વાસના સારને સમજે છે. નવું કેમ્પેઇન ફર્સ્ટ ઇમ્પ્રેશનના જાદુને સુંદર રીતે સમાવે છે અને ડાયના મહિલાઓને દરરોજ શ્રેષ્ઠ અનુભવ બનાવવા માટે જે રીતે સશક્ત કરે છે તે મને ખૂબ જ ગમે છે. આ એક રોમાંચક સફર છે અને હું તેનો ભાગ બનવા માટે આતુર છું”. ઉઝેર ખાન દ્વારા દિગ્દર્શિત અને 30 Sec of Fame દ્વારા નિર્મિત ડાયનાની નવી ટીવી જાહેરાત મૃણાલને એક આત્મવિશ્વાસુ, તેજસ્વી મહિલા તરીકે દર્શાવે છે જેની હાજરી અવિસ્મરણીય અસર છોડી જાય છે. વિઝ્યુલ સ્ટોરીટેલિંગ એ વાત પર ભાર મૂકે છે કે ડાયના કેવી રીતે સુંદરતા અને આત્મવિશ્વાસ વધારે છે, જે તેની ટેગલાઇન “પહલી ઝલક કરે ખૂબસૂરત અસર” સાથે સરળ રીતે જોડાય છે. એન્કરના ક્રિએટિવ ડિરેક્ટર કુણાલ શાહે ઉમેર્યું હતું કે, “ડાયનાનું નવું પેકેજિંગ પ્રીમિયમ સુંદરતા અને ટકાઉપણાનું મિશ્રણ કરે છે, જે હરિયાળા ભવિષ્ય માટે રિસાયકલ કરી શકાય તેવા ઘટકતત્વોમાંથી બનાવવામાં આવ્યું છે. ડાયનાના ચહેરા તરીકે હરહંમેશ તેજસ્વી મૃણાલ ઠાકુર સાથે તે સુંદરતા, આત્મવિશ્વાસ અને સભાન જીવનને સંપૂર્ણ રીતે રજૂ કરે છે.”આ કેમ્પેઇનને ટેલિવિઝન, ડિજિટલ મીડિયા (યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ઓટીટી પ્લેટફોર્મ) અને ઇન-સ્ટોર બ્રાન્ડિંગ સહિત અનેક પ્લેટફોર્મ પર વિસ્તારવામાં આવશે, જેથી વ્યાપક પહોંચ અને જોડાણ સુનિશ્ચિત થઈ શકે. સ્કીનકેરના લાભો આપતા પ્રીમિયમ બ્યુટી સાબુની માંગ વધી રહી છે ત્યારે ડાયનાની મૃણાલ ઠાકુર સાથેની વ્યૂહાત્મક ભાગીદારી બજારમાં બ્રાન્ડની હાજરી વધારવા માટે તૈયાર છે. આ સહયોગનો ઉદ્દેશ બ્રાન્ડ આકર્ષણને મજબૂત બનાવવા અને ગ્રાહક જોડાણ વધારવાનો તેમજ વિશ્વસનીય બ્યુટી સૉપ તરીકે ડાયના માટે વધુ જાગૃતિ અને પસંદગી લાવવાનો છે. વધુમાં, બ્રાન્ડ મોર્ડન ટ્રેડ, જનરલ ટ્રેડ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા તેની બજાર પહોંચને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરે છે, જે વ્યાપક પ્રેક્ષકો માટે સુલભતા સુનિશ્ચિત કરે છે. આ ભાગીદારી દ્વારા, ડાયના ગુણવત્તા, નવીનતા અને પોતાની જાતની સંભાળ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે તથા સુંદરતા પ્રત્યે સભાન ગ્રાહકો માટે મુખ્ય પસંદગી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.ટીવીસી અને ડિજિટલ પ્રમોશનનો ચહેરો હોવા ઉપરાંત, મૃણાલને ડાયનાના પ્રોડક્ટ પેકેજિંગ અને ઑફલાઇન કમ્યૂનિકેશનમાં પણ દર્શાવવામાં આવશે, જે બ્રાન્ડ સાથેના તેના જોડાણને વધુ મજબૂત બનાવશે. ઇન્ફ્લુએન્સર સહયોગ, સોશિયલ મીડિયા કોન્ટેસ્ટ્સ અને એન્ગેજમેન્ટ આધારિત પ્રવૃત્તિઓ પણ બ્રાન્ડની માર્કેટિંગ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ હશે, જે ગ્રાહક સાથે વધુ જોડાણ સુનિશ્ચિત કરશે. ડાયના સતત નવીનતા લાવી રહી છે અને બદલાતા બ્યૂટી ટ્રેન્ડ્સ પ્રમાણે અનુરૂપ થઈ રહી છે ત્યારે મૃણાલ ઠાકુર સાથેની તેની ભાગીદારી પ્રીમિયમ સ્કીનકેરના નવા યુગનો સંકેત આપે છે જે વૈભવતા અને સુલભતાને મિશ્રિત કરે છે. આ કેમ્પેઇન ડિજિટલ અને પરંપરાગત મીડિયા પર નોંધપાત્ર અસર કરશે તેવી અપેક્ષા છે, જે ભારતીય બજારમાં અગ્રણી બ્યુટી સૉપ તરીકે ડાયનાની સ્થિતિને મજબૂત બનાવશે.