વોશિંગ્ટન: તેમાં પણ ભારતીય મૂળના યુવક અશ્વિન રામાસ્વામી તો માત્ર 24 વર્ષની વયે જ્યોર્જિયા રાજ્યમાં સેનેટની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓ જનરેશન ઝેડના પહેલા ભારતીય અમેરિકન વ્યક્તિ છે જે ચૂંટણી જંગમાં ઝૂકાવશે. જનરેશન ઝેડ શબ્દ એવા વ્યક્તિઓ માટે વપરાય છે જે 1997 થી 2012ની વચ્ચે જન્મ્યા હોય.અશ્વિન રામાસ્વામી ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યોર્જિયાની ડિસ્ટ્રિક્ટ 48 બેઠક પર રિપબ્લિકન પાર્ટીના વર્તમાન સાંસદ શોન સ્ટિલનો મુકાબલો કરશે. શોન સ્ટિલ પર 2020માં અમેરિકન સંસદમાં ઘૂસીને હિંસા કરવાનો આરોપ પણ લાગેલો છે. આ જ મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આરોપી છે.રામાસ્વામીના માતા પિતા તામિલનાડુથી 1990માં અમેરિકા સ્થાયી થયા હતા. અશ્વિન રામાસ્વામીએ 2021માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે. સાથે સાથે તેઓ કાયદાના પણ સ્નાતક છે. અશ્વિનના માતા પિતા આઈટી સેક્ટરમાં છે. અશ્વિન પર રામાયણ, મહાભારત અને ભગવદ ગીતાનો ઘેરો પ્રભાવ છે.ભારતની ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, મારી માતા ચેન્નાઈ અને પિતા કોઈમ્બતુરના રહેવાસી છે. હું ભારતીય અને અમેરિકન એમ બંને પ્રકારના કલ્ચરમાં મોટો થયો છું. ભારતીય ફિલોસોફીમાં એક હિન્દુ હોવાના નાતે મને ઘણો રસ છે.હું કોલેજમાં હતો ત્યારે સંસ્કૃત શીખ્યો હતો યોગ અને ધ્યાન મારા જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. પુરાણો અને ઉપનિષદોનુ પણ હું વાંચન કરુ છું.તેમણે કહ્યુ હતુ કે, અભ્યાસ પૂરો કર્યા બાદ ઘણા સ્ટાર્ટઅપમાં પણ મેં નોકરી હતી. જોકે મને અહેસાસ થયો હતો કે, સરકારમાં ટેનકોલોજીને સમજી શકે તેવા લોકોની જરુર છે અને મેં સરકારી એજન્સી સાથે સાયબર સિક્યુરિટી પર કામ કર્યુ હતુ. હું મારી કોમ્યુનિટીની સેવા કરવા માટે સ્ટેટ સેનેટની ચૂંટણી લડી રહ્યો છું. હું ઈચ્છુ છું કે જે પ્રકારની તકો મને મળી તે તમામ નાગરિકોને મળે.લોકોના પ્રતિનિધિ તરીકે એવા યુવાઓની જરુર છે જેમનુ કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી.