
દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સમજાવવા માટે 09.05.2025 (શુક્રવાર) ના રોજ પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળ કાર્યાલય ખાતે “જાગૃતિ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 32 દિવ્યાંગજનોની ઓનલાઈન અરજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે ૦૯.૦૫.૨૦૨૫ (શુક્રવાર) ના રોજ, કેમ્પનો સમય સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા અને બપોરે ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં ૩૨ દિવ્યાંગજનો જરૂરી દસ્તાવેજો સાથે પહોંચ્યા હતા. તેમને અરજી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, તેમની બધી અરજીઓ રેલ્વે કર્મચારીઓની મદદથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા સમજાવીને પૂર્ણ કરવામાં આવી હતી.દિવ્યાંગજનો માટે તેમના ઘરેથી કન્સેશનલ કાર્ડ પાસ મેળવવા માટે દિવ્યાંગજન કાર્ડ એપ શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગજનોએ પહેલા રેલવેની વેબસાઇટ divyangjanid.indianrail.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, રેલ્વે ફક્ત ઓનલાઈન જ કન્સેશનલ ટિકિટ સર્ટિફિકેટ જારી કરશે.ઓનલાઈન દિવ્યાંગ કાર્ડનો અરજી કરવા માટે, દિવ્યાંગજન ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ www.swavlambancard.gov.in પર અરજી કરીને તેમનું મેડિકલ કાર્ડ મેળવી શકે છે. દિવ્યાંગ વ્યક્તિ પાસે પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ હોવો આવશ્યક છે. જે દિવ્યાંગ લોકો ઓનલાઈન અરજી કરે છે તેમને ક્યાંય જવાની જરૂર નથી. તેમણે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તેઓ દિવ્યાંગજન એપનો ઉપયોગ કરીને તેમના મોબાઈલ પર ઈ-દિવ્યાંગજન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અરજદારે બધા દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે. કન્સેશન સર્ટિફિકેટ પર ડૉક્ટરનું નામ, તેમનો નોંધણી નંબર અને અપંગતાની પ્રકૃતિનો ઉલ્લેખ કરવો પણ મહત્વપૂર્ણ છે. દિવ્યાંગજન, એપનો ઉપયોગ કરીને તેમના મોબાઇલ પર ઇ-દિવ્યાંગજન કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.