વિશ્વની અગ્રણી કોટિંગ્સ કંપની એક્સાલ્ટા કોટિંગ સિસ્ટમ્સ (NYSE: AXTA) એ આજે તેના 2025 ગ્લોબલ ઓટોમોટિવ કલર ઓફ ધ યર, એવરગ્રીન સ્પ્રિન્ટ અંગે જાહેરાત કરી છે. આ સતત 11 મું વર્ષ છે જેમાં એક્સાલ્ટાએ તેનો ઓટોમોટિવ કલર ઓફ ધ યર રજૂ કર્યો છે અને બીજી વખત તેમાં ગ્રીન શેડ દર્શાવવામાં આવ્યો છે. એવરગ્રીન સ્પ્રિન્ટ સમૃદ્ધ, ફોરેસ્ટ ગ્રીન કલર છે અને આ સાથે સુપ્રસિદ્ધ બ્રિટિશ રેસિંગ ગ્રીનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, આ એક એવો શેડ છે જેના દ્વારા શ્રેષ્ઠ રેસિંગ મશીનોને આકર્ષક બનાવવામાં આવ્યા છે અને તે ગતિ અને ઉચ્ચ પ્રદર્શનનું પ્રતીક બની ગયું છે. એક્સાલ્ટાનો આ નવીનતમ કલર મોટર સ્પોર્ટના રોમાંચને પણ કરે છે જ્યારે સેડાન અને SUV માં સંસ્કૃતતાનો સ્પર્શ આપે છે અને તે તમામ પ્રકારના વાહનના સંપૂર્ણ દેખાવને સુસજ્જ બનાવે છે. એક્સાલ્ટાના ગ્લોબલ કલર માર્કેટિંગ ડિરેક્ટર ડેન બેન્ટને જણાવ્યું હતું કે, “આ આકર્ષક રંગ અમારા આ વર્ષના વૈશ્વિક ઓટોમોટિવ કલરને દર્શાવે છે. એવરગ્રીન સ્પ્રિન્ટ રસ્તા પર સંપૂર્ણ વિશેષ દેખાવ આપે છે અને સ્પર્ધા અને સાહસની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ ગતિશીલ રંગ નિશ્ચિતપણે ઉત્સાહી ડ્રાઇવરોના હૃદયને આકર્ષિત કરશે.”એક્સાલ્ટાની વૈશ્વિક રંગ નિષ્ણાતોની ટીમ 2015 થી ઓટોમોટિવ બજાર માટે આધુનિક શેડ્સ તૈયાર કરવા માટે વાર્ષિક સ્તરે સહયોગ કરી રહી છે. એક્સાલ્ટાના ગ્લોબલ ઓટોમોટિવ 2023 કલર પોપ્યુલારિટી રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં લગભગ 2% વાહનોમાં ગ્રીન કલર જોવા મળે છે. એક્સાલ્ટાના 2025 ગ્લોબલ ઓટોમોટિવ કલર ઓફ ધ યર અને કંપનીની રંગ ક્ષમતાઓ વિશે વધુ માહિતી માટે, axalta.com/color ની મુલાકાત લો.