
દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે વિશેષરૂપે સમૃદ્ધ ગ્રાહકોને ઉત્કૃષ્ટ બેંકિંગ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન અને ક્યુરેટ કરવામાં આવ્યું છે. એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ પ્રીમિયમ એલીટ પ્લસ ડેબિટ કાર્ડ અને વિશેષ જીવનશૈલી લાભો સહિત આકર્ષક નવા ફીચર્સ પ્રદાન કરે છે.બંધન બેંકના એમડી અને સીઇઓ પાર્થ પ્રતિમ સેનગુપ્તાએ ઇડી અને સીબીઓ રાજિન્દર કુમાર બબ્બર અને ઇડી એન્ડ સીઓઓ રતન કુમાર કેશની ઉપસ્થિતિમાં આ પ્રોડક્ટ લોંચ કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટના પ્રથમ ગ્રાહકો પૈકીની એક બન્યાં હતાં.એલીટ પ્લસ સાથે ગ્રાહકો દર મહિને અમર્યાદિત ફ્રી કેશ ડિપોઝિટ તેમજ ફ્રી આરટીજીએસ, એનઇએફટી અને આઇએમપીએસ ટ્રાન્ઝેક્શનનો લાભ લઇ શકે છે. એલીટ પ્લસ એકાઉન્ટ ઝડપી રિવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરે છે તેમજ દર ક્વાર્ટરમાં વિનામૂલ્યે બે એરપોર્ટ લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. ગ્રાહકોને દર મહિને રૂ. 750ની કિંમતની મૂવી ટિકિટો વિનામૂલ્યે અને ભારતભરના પસંદગીના પ્રતિષ્ઠિત ગોલ્ફ ક્લબમાં પ્રીમિયમ ગોલ્ફ સેશનની વિશિષ્ટ એક્સેસ મળશે. આ ઉપરાંત એલીટ પ્લસ ગ્રાહકો વિશિષ્ટ વાઉચર્સ, માઇલસ્ટોન ઓફર્સ અને બેજોડ ડેબિટ કાર્ડ વીમા કવરેજનો લાભ લઈ શકે છે, જેમાં રૂ. 15 લાખ સુધીનો વ્યક્તિગત અકસ્માત કવર અને રૂ. 3 લાખ સુધીના પર્ચેઝ પ્રોટેક્શનનો સમાવેશ થાય છે.આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં બંધન બેંકના એમડી અને સીઇઓ પાર્થ પ્રતિમ સેનગુપ્તાએ કહ્યું હતું કે, “અમારું માનવું છે કે આ નવી ઓફરિંગ અમારા પ્રીમિયમ ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરશે તથા તેમને બેજોડ અનુકૂળતા, રિવોર્ડ અને એક્સક્લુઝિવ પ્રિવિલેજીસ પ્રદાન કરશે. લક્ઝરી ટ્રાવેલના લાભોથી લઇને વિશેષ વીમા કવચ સુધી એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહકોને ઉત્તમ અનુભવ પ્રદાન કરવાની ખાતરી આપે છે.”આ ઉપરાંત બેંકે બંધન એલીટ સેવિંગ્સ એકાઉન્ટ ફરીથી રજૂ કર્યું છે, જેમાં એચએનઆઇ ગ્રાહકો માટે ડિઝાઇન કરાયેલી વધારાની સુવિધાઓ છે, જેથી ગ્રાહકોને વધુ લાભ મળી શકે.