
દેશની અગ્રણી સરકારી બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયાએ એનએસઈ ઈલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ ખાતે આજે વાર્ષિક 7.5 ટકાના કૂપન રેટ પર 10 વર્ષના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ મારફત રૂ. 2690 કરોડ એકત્ર કર્યા છે. જેની બેઝ ઈશ્યૂ સાઈઝ રૂ. 1500 કરોડ અને ગ્રી શૂ ઓપ્શન રૂ. 3500 કરોડ હતો. બેન્કને કુલ રૂ. 8845 કરોડના 94 બીડ પ્રાપ્ત થયા હતાં. જે તેની બેઝ ઈશ્યૂ સાઈઝના 5.90 ગણા છે. બેન્કે 7.5 ટકાના કૂપન રેટ પર રૂ. 2690 કરોડના બીડ મંજૂર કર્યા હતાં. અર્થાત 26 બીડ્સને બોન્ડ હાંસલ કરવામાં સફળતા મળી હતી.લોંગ ટર્મ બોન્ડ્સ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, અફોર્ડેબલ હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પેટા ક્ષેત્રોમાં લાંબાગાળાના પ્રોજેક્ટ્સને ભંડોળ પ્રદાન કરવા પાછળ થશે. નોંધનીય છે, બેન્ક દ્વારા આ ઈશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ કોઈ ચોક્કસ પ્રોજેક્ટસને ધિરાણ પૂરુ પાડવા માટે નથી.