Tuesday, February 25, 2025
HomeGujaratમોરવા હડફમાં ભાજપના નિમિષાબેન સુથારનો 45 હજાર મતથી વિજય

મોરવા હડફમાં ભાજપના નિમિષાબેન સુથારનો 45 હજાર મતથી વિજય

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

વિધાનસભાની પેટાચૂંટણીમાં માત્ર 42.60 ટકા મતદાન થયું હતું

પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં ભાજપે કબ્જે કરી છે. ભાજપના નિમિષા સુથાર 45432 મતોની લીડથી વિજયી બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી અને હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું, કોરોનાને લઈને મતદાન ઓછું થતા હાર થઈ હોવાનું જણાવ્યું હતુંપંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભાબેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4 થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવાહડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલ ના રોજ યોજાયેલા મતદાનની આજે ગણતરી યોજવામાં આવી હતી.મોરવા હડફની સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડ મુજબ ઇવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21669 મતો મળ્યા હતા. આમ ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથારનો 45432 મતોની લીડથી વિજય થયો હતો. કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાયેલી આ મતગણતરીમાં બંને રાજકીય પક્ષોના કોઈ જ સમર્થકોને એકઠા થવા દેવામાં આવ્યા નહોતા. તો બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર પોતે કોરોના સંક્રમિત હોઈ તેઓ પણ આ મતગણતરી દરમિયાન હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી નિમિષા સુથારને અભિનંદન આપી પોતાની હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું. કોરોના કાળમાં યોજવામાં આવેલી પેટા ચૂંટણીને લઈને મતદાન ઓછું થતા પોતાની હારું થઈ હોવાનું જણાવ્યું હતું.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here