Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના મોટાભાગના માર્કેટમાં રવિવારે દુકાનો બંધ જોવા મળી, કાલુપુર ફ્રૂટ માર્કેટ સિવાય...

અમદાવાદના મોટાભાગના માર્કેટમાં રવિવારે દુકાનો બંધ જોવા મળી, કાલુપુર ફ્રૂટ માર્કેટ સિવાય તમામ માર્કેટમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે સરકારે કોરોનાની ચેઇન તોડવા કેટલાક પ્રતિબંધો લાદી દીધા છે. અમદાવાદમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને માત્ર આવશ્યક સેવાઓ ને જ બજારમાં દુકાનો ચાલુ રાખવા માટે છૂટ આપી છે. જેથી બજારોમાં ભીડ ન ઉમટે. આ નિર્ણય ને વેપારીઓએ પણ આવકાર્યો છે અને મોટાભાગના દુકાનો અને માર્કેટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પરિસ્થિતિમાં શહેર ના કેટલાક માર્કેટ માં છેલ્લા કેટલાક દિવસથી લોકો નો ધસારો જોવા મળતો હતો. જેમાં કાલુપુર માર્કેટ અને માધુપુરા માર્કેટમાં લોકોનો સૌથી વધારે ભીડ જોવા મળતી હતી. જેમાં લોકો અનાજ અને કરીયાણું લેવા માટે આવતા હતા સાથે આજે રવિવાર હોવાના લોકો આ માર્કેટમાં મોટી સંખ્યામાં આવે તેવી ભીતિના કારણે માધુપુરા માર્કેટ અને કાલુપુર માર્કેટ ના વેપારીઓ મળીને તમામ દુકાનો બંધ રાખી હતી.પૂર્વ વિસ્તારમાં દુકાનો સજ્જડ બંધ આ સાથે સાથે શહેરના પૂર્વ વિસ્તારમાં પણ તમામ દુકાનો આજે સજ્જડ બંધ જોવા મળી. બપોરે પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ તો રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. લોકો આ મહામારી થી બચવા માટે હવે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો આવી રીતે લોકો નિયમોનું પાલન કરશે અને સરકાર ને સહકાર આપશે તો આપણે કોરોના સામે જરૂર થી જંગ જીતીશુ.જોકે કાલુપુર ફ્રૂટ માર્કેટ માં લોકો જોવા મળ્યા હતા. માર્કેટમાં લોકો શહેરના અલગ અલગ વિસ્તારમાં થી ફ્રૂટ લેવા આવ્યા હતા કોરોના મહામારી લોકો પોતાની ઇમ્યુનિટી જાળવી રાખવા માટે દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ફ્રૂટ આરોગતા હોય છે. જેથી માર્કેટમાં સવારથી જ લોકો ધસારો જોવા મળ્યો હતો. સાથે ફ્રૂટ ના ભાવ માં પણ સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ ફ્રૂટ ની ડિમાન્ડ વધી રહી છે તેમ ભાવ પણ વધી રહ્યા છે.શહેરમાં કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિના પરિણામે વેપારીઓ કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક બંધનો નિર્ણય લઈને આગળ આવી રહ્યા છે. આ જ લાઈનમાં હવે કાલુપુર ટંકશાળ બજારના વેપારીઓ પણ જોડાયા છે. એસોસિયેશન દ્વારા એક પત્ર લખીને આ વાતની જાણકારી અપાઈ છે. આ પત્રમાં લખેલું છે કે, હાલમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 26 એપ્રિલે કમિટીની ખાસ મીટિંગ બોલાવાઈ હતી, જેમાં સર્વ સંમતીથી નક્કી કરાયું છે કે, તા, 30 એપ્રિલ, 1લી તથી 2જી મે સુધી કાલુપુર ટંકશાળ બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here