Friday, April 25, 2025
HomeGujaratબ્લુ સ્ટારે રૂમ એસીના 150 મોડલ્સની વ્યાપક રેન્જ લોન્ચ કરી, સ્માર્ટ વાઇફાઇ...

બ્લુ સ્ટારે રૂમ એસીના 150 મોડલ્સની વ્યાપક રેન્જ લોન્ચ કરી, સ્માર્ટ વાઇફાઇ અને હેવી ડ્યૂટી એસી સેગમેન્ટ્સમાં તેની સ્થિતિને મજબૂત કરવાની યોજના

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

બ્લુ સ્ટાર લિમિટેડે આજે આગામી ઉનાળાની ઋતુ માટે ફ્લેગશિપ પ્રીમિયમ રેન્જ સહિત રૂમ એસીના 150 મોડલ્સની તેની નવી વ્યાપક રેન્જ રજૂ કરી હતી. આ લાઇનઅપમાં ઇન્વર્ટર, ફિક્સ્ડ સ્પીડ અને વિન્ડો એસીનો સમાવેશ થાય છે જે તમામ પ્રાઇઝ પોઇન્ટ્સ પર દરેક કન્ઝ્યુમર સેગમેન્ટની જરૂરિયાતો સંતોષે છે.દેશના વિવિધ ભાગોમાં કાળઝાળ ઉનાળાની ગરમી અને ભારતના વિસ્તરતા મધ્યમ વર્ગની વધતી વપરાશી આવકના લીધે રૂમ એસી માટેની માંગમાં નોંધપાત્ર વધારો જોવાઇ રહ્યો છે. આ ઉપરાંત ટિયર 3, 4 અને 5 બજારોમાં વધતી માંગ તેમજ રિપ્લેસમેન્ટ બાયર્સ અને પોતાના ઘરમાં વધારાના રૂમ માટે એસી ખરીદી રહેલા લોકોના પગલે પણ આ વૃદ્ધિ જોવાઇ રહી છે. એક અંદાજ મુજબ ભારતનો એસી ઉદ્યોગ નાણાંકીય વર્ષ 2030 સુધીમાં બમણો થવાની સંભાવના છે.આ વધતી માંગને પહોંચી વળવા માટે બ્લુ સ્ટારે નવા, બધાથી અલગ અને શ્રેષ્ઠ એસી રજૂ કરવા માટે તેના મેન્યુફેક્ચરિંગ, આરએન્ડડી અને ઇનોવેશન ક્ષમતાઓનો લાભ લેતા અનેક પ્રોડક્ટ્સ લોન્ચ કર્યાં છે.

2025 માટે એર કન્ડિશનર્સની નવી રેન્જ :
કંપનીએ 3 સ્ટાર અને 5 સ્ટાર કેટેગરીઝમાં વ્યાપક રેન્જના મોડલ્સ લોન્ચ કર્યા છે જે અત્યંત ગરમીની સ્થિતિમાં પણ હાઇ કૂલિંગ પર્ફોર્મન્સ આપે છે. આ મોડલ્સ રૂ. 28,990થી શરૂ થતી આકર્ષક કિંમત સાથે 0.8 TR થી 4 TR સુધીની વિવિધ કૂલિંગ ક્ષમતાઓમાં ઉપલબ્ધ છે.તેમાં સ્માર્ટ વાઇફાઇ એસીના લગભગ 40 મોડલ્સની વિસ્તૃત રેન્જનો સમાવેશ થાય છે જેમાં કસ્ટમાઇઝ્ડ સ્લીપ જેવા અનોખા અને સ્માર્ટ ફીચર્સ છે જેમાં વ્યક્તિ તાપમાન, ફેન સ્પીડ, કૂલ/ફેન મોડ અને દર 12 કલાકે એસીને સ્વિચ ઓન/ઓફ કરવા માટે પ્રીસેટ કરી શકે છે જે વિક્ષેપ વિનાની ઊંઘ સુનિશ્ચિત કરે છે. વોઇસ કમાન્ડ ટેક્નોલોજી સાથે ગ્રાહકો અંગ્રેજી અને હિંદી વોઇસ કમાન્ડ્સનો ઉપયોગ કરીને એમેઝોન એલેક્સા કે ગૂગલ હોમ જેવી તેમની સ્માર્ટ ડિવાઇસીસ દ્વારા તેમના એસી ઓપરેટ કરી શકે છે. આ ઉપરાંત, એનર્જી મેનેજમેન્ટ સુવિધા એસીના ઊર્જા વપરાશ પર સંપૂર્ણ નિયંત્રણ પૂરું પાડે છે જે એસીના વપરાશને ટ્રેક કરવા, નિયંત્રિત કરવા અને મર્યાદિત કરવાની એક્સેસિબિલિટી પૂરી પાડે છે જેના પગલે ઊર્જાનો વધુ પડતો વપરાશ અટકે છે.નવા લોન્ચ થયેલા એસી વિવિધ શક્તિશાળી સુવિધાઓ સાથે સજ્જ છે. તેમાં ‘AI Pro+’ નામના એક ઇનોવેટિવ ફીચરનો સમાવેશ થાય છે. આ એક જટિલ અને સાહજિક અલ્ગોરિધમ છે જે વિવિધ પરિમાણોને સમજે છે, ગોઠવે છે, મોનિટર કરે છે અને મહત્તમ આરામ પૂરો પાડે છે. બીજું એક વિશિષ્ટ ફીચર છે ‘ડિફ્રોસ્ટ ક્લિન ટેકનોલોજી’, જે એસીના ઇન્ડોર યુનિટને સ્વચ્છ રાખવા અને શ્રેષ્ઠ કામગીરી જાળવી રાખવા માટે તૈયાર કરાયેલી ત્રણ સ્ટેપની પ્રોસેસ છે. તે કોઇલના ફ્રોસ્ટિંગથી શરૂ થાય છે, ત્યારબાદ પીગળવાની અને સૂકવવાની પ્રક્રિયા થાય છે, જે કામગીરીમાં નોંધપાત્ર વધારો કરે છે અને તેની આવરદા લંબાવે છે. વધુમાં, બધા બ્લુ સ્ટાર ઇન્વર્ટર એસી સ્માર્ટ રેડી છે અને અલગ સ્માર્ટ મોડ્યુલના ઉમેરા સાથે તેને સ્માર્ટ એસીમાં અપગ્રેડ કરી શકાય છે.વધુમાં, તેમાં ફાસ્ટ કૂલિંગ માટે ‘ટર્બો કૂલ’, ‘કન્વર્ટિબલ 6-ઇન-1 કૂલિંગ’ જેવી સુવિધાઓ છે, જેનાથી ગ્રાહક ઠંડકની ક્ષમતાને વધારી કે ઘટાડી શકે છે. નેનો બ્લુપ્રોટેક્ટ ટેકનોલોજી અને હાઇડ્રોફિલિક ‘બ્લુ ફિન’ કોટિંગ આઈડીયુ અને ઓડીયુ બંને માટે અનુક્રમે કોઇલના કાટ અને લીકેજને રોકવા તથા લાંબી આવરદા માટે ઉપયોગી છે. અન્ય કેટલીક અનોખી વિશેષતાઓમાં DigiQ Octa સેન્સરનો સમાવેશ થાય છે જે અજોડ ચોકસાઈ અને વિશ્વસનીયતા પ્રદાન કરે છે. આ ઉપરાંત તેમાં એકસરખી ઠંડક માટે 4-વે સ્વિંગ અને વાઇડ એંગલ લૂવ મૂવમેન્ટ અને દરેક 0.5° સેલ્સિયસ પર તાપમાન સેટ કરવા માટે પ્રિસિઝન કૂલિંગ ટેકનોલોજી પણ છે. વધુમાં, આ રેન્જ HEPA ફિલ્ટર, PM2.5 ફિલ્ટર અને એક્ટિવેટેડ કાર્બન સાથે એન્ટી-માઇક્રોબાયલ જેવા ફિલ્ટરેશન જેવા અનેક વિકલ્પો પૂરા પાડે છે, જે સુનિશ્ચિત કરે છે કે હવા માત્ર ઠંડી જ નહીં પણ શુદ્ધ અને સ્વચ્છ પણ હોય. બ્લુ સ્ટારના ઇન્વર્ટર એસીનું બીજું મુખ્ય પાસું તેમની વિશાળ ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ છે, જે એક્સટર્નલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરની જરૂરિયાતને દૂર કરે છે.

ફ્લેગશિપ રેન્જ:
કંપનીએ ‘સુપર એનર્જી-એફિશિયન્ટ એસી’, ‘હેવી-ડ્યુટી એસી’, ‘હોટ એન્ડ કોલ્ડ એસી’ અને ‘એસી વિથ એન્ટી-વાયરસ ટેકનોલોજી’ સહિત ફ્લેગશિપ મોડેલ્સની એક ઉત્કૃષ્ટ રેન્જ લોન્ચ કરી છે.બ્લુ સ્ટારના ‘સુપર એનર્જી-એફિશિયન્ટ એસી’માં એક અનોખી ડાયનેમિક ડ્રાઇવ ટેકનોલોજી છે જે ઊંચું એરફ્લો વોલ્યુમ પૂરું પાડીને ઓપ્ટિમાઇઝ્ડ કૂલિંગ સાથે ઊર્જા કાર્યક્ષમતા પ્રાપ્ત કરે છે. પરિણામે, 1 TR ઇન્વર્ટર સ્પ્લિટ એસી 6.25 ISEER પ્રાપ્ત કરે છે, જે તેને 3-સ્ટાર ઇન્વર્ટર એસી કરતાં 64 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમ બનાવે છે.ઉનાળાની ઋતુ દરમિયાન દર વર્ષે સમગ્ર ભારતમાં તાપમાનમાં વધારો થતો રહે છે ત્યારે કંપની ‘હેવી-ડ્યુટી એસી’ ની હાઇ-પર્ફોર્મન્સ રેન્જ ઓફર કરે છે. શ્રેષ્ઠ વિશિષ્ટતાઓ સાથે બનેલા આ એસી 56° સેલ્સિયસ સુધીની તીવ્ર ગરમીમાં પણ અસાધારણ કૂલિંગ પાવર અને આરામ પ્રદાન કરે છે. 55 ફૂટ સુધીના મજબૂત એર થ્રોની સુવિધા સાથે, તે 43° સેલ્સિયસ પર પણ સંપૂર્ણ ઠંડક ક્ષમતા જાળવી રાખે છે, જે આત્યંતિક પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરે છે.‘હોટ એન્ડ કોલ્ડ એસી’ એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે આખું વર્ષ આરામ આપે. બ્લુ સ્ટારે એક મોડેલ વિકસાવ્યું છે જે -10° સેલ્સિયસ સુધીના તાપમાને કામ કરી શકે છે, જેને ખાસ કરીને શ્રીનગર જેવા બજારો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. બીજી એક રેન્જ -2° સેલ્સિયસ સુધીના આસપાસના તાપમાને કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે દેશના બાકીના ભાગોમાં એવા સ્થળો માટે કામની છે જ્યાં આકરો શિયાળો જોવા મળે છે.છેલ્લે, ‘એસી વિથ એન્ટી-વાયરસ ટેકનોલોજી’ એ કંપનીની એવી રેન્જ છે જે આરામ અને આરોગ્યને એક કરે છે તથા હાનિકારક સૂક્ષ્મજીવાણુઓ અને કણોને અસરકારક રીતે ફિલ્ટર કરે છે. ગ્રાહકો આ એસીનો ઉપયોગ એર પ્યુરિફાયર તરીકે પણ કરી શકે છે, ખાસ કરીને શિયાળામાં.બ્લુ સ્ટારના એર કંડિશનર્સ ગ્રાહકોને ઓછી કિંમતે અસાધારણ ઠંડક પૂરી પાડે છે. આ ઉપરાંત, તે તેમની ગુણવત્તા, વિશ્વસનીયતા અને ટકાઉપણા માટે જાણીતા છે. કંપની ઇન્વર્ટર કોમ્પ્રેસર પર આજીવન વોરંટી, પીસીબી પર 5 વર્ષની વોરંટી અને તેની પ્રોડક્ટ્સ માટે સરળ ફાઇનાન્સિંગ વિકલ્પો પૂરા પાડે છે.2011માં કંપનીએ રેસિડેન્શિયલ એસી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો ત્યારથી બ્લુ સ્ટારે આ સેગમેન્ટમાં સતત વૃદ્ધિ કરી છે અને વાર્ષિક ધોરણે ઉદ્યોગ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. કંપનીનું લક્ષ્ય નાણાંકીય વર્ષ 2026 સુધીમાં રૂમ એસી સેગમેન્ટમાં 14.3 ટકા માર્કેટ શેર મેળવવાનું છે.

વિવિધ સ્થળે આવેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ :
બ્લુ સ્ટારે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બ્લુ સ્ટાર ક્લાઇમાટેક લિમિટેડ દ્વારા આંધ્રપ્રદેશના શ્રી સિટીમાં એક અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપી છે, જ્યાં જાન્યુઆરી 2023માં વ્યાપારી ઉત્પાદન શરૂ થયું હતું. વધુમાં, કંપની હિમાચલ પ્રદેશમાં રૂમ એર કંડિશનર બનાવવા માટે બે સમર્પિત પ્લાન્ટ ચલાવે છે. આ ફેસિલિટીઝ એડવાન્સ્ડ ઓટોમેશન ટેકનોલોજીઓથી સજ્જ છે, જેમાં અત્યાધુનિક એસેમ્બલી લાઇન અને મટિરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપની IoT ઇન્ટિગ્રેશન અને ડિજિટલાઇઝેશન પર કેન્દ્રિત વ્યાપક પહેલ આગળ ધપાવે છે. આ પ્લાન્ટ્સ સાથે બ્લુ સ્ટારની ઉત્પાદન ક્ષમતા હાલમાં લગભગ 1.4 મિલિયન રૂમ એસી જેટલી છે, જેને નજીકના ભવિષ્યમાં ધીમે ધીમે 1.8 મિલિયન યુનિટ્સ સુધી વિસ્તારવાની યોજના છે.

પહોંચમાં વધારો :
કંપની ઇ-કોમર્સ અને મોડર્ન ટ્રેડ ચેનલ્સમાં મજબૂત પ્રગતિ કરી રહી છે, વેચાણ વધારવા માટે ઇન-સ્ટોર ડેમોન્સ્ટ્રેશનમાં રોકાણ કરી રહી છે અને તમામ માર્કેટ સેગમેન્ટમાં ઓફટેક વધારવા માટે ટાર્ગેટેડ ઓનલાઈન અને ઓફલાઈન પ્રમોશનનો ઉપયોગ કરી રહી છે. તે તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું પણ વિસ્તરણ કરી રહી છે, ખાસ કરીને ઉત્તરમાં. તેની ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ સર્વિસ’ અને ટેકનિકલ કુશળતા સાથે, બ્લુ સ્ટાર 2,100 થી વધુ સર્વિસ સેન્ટર્સ અને 150થી વધુ સર્વિસ વ્હીકલ્સના નેટવર્ક દ્વારા બધાથી અલગ તરી આવે છે, જે દેશભરમાં સુલભ અને વિશ્વસનીય આફ્ટર-સેલ્સ સપોર્ટ સુનિશ્ચિત કરે છે.

બ્રાન્ડ એમ્બેસડર વિરાટ કોહલી :
વિરાટ કોહલી રૂમ એસી માટે બ્લુ સ્ટારના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે, જે કંપનીની બ્રાન્ડ જાગૃતિ અને ઇક્વિટી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગરમીનો માહોલ રજૂ કરતી અને વિરાટ કોહલીને દર્શાવતી ટીવી જાહેરાતોને દર્શકોને ખૂબ પસંદ કરી છે. કંપની માર્ચમાં ટીવી અને ડિજિટલ ચેનલ્સ પર આ જ થીમ પર નવી ટીવીસી રજૂ કરશે. એકંદરે, બ્લુ સ્ટાર આગામી ઉનાળાની ઋતુ દરમિયાન જાહેરાતોમાં રૂ. 50 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

ભાવિ રૂપરેખા :
અમદાવાદમાં આયોજિત એક કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા બ્લુ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બી થિયાગરાજને જણાવ્યું હતું કે “ભારતમાં વર્ષ 2030 સુધીમાં આશરે 450 મિલિયન જેટલા મધ્યમ વર્ગના ગ્રાહકોનો ઉમેરો થવા જઈ રહ્યો છે ત્યારે રૂમ એસીનું બજાર તેના પરિવર્તન બિંદુએ છે અને આગામી થોડા વર્ષોમાં તે ઝડપથી વધવા માટે તૈયાર છે. હાઉસિંગ ક્ષેત્રનું વિસ્તરણ, રિન્યૂએબલ એનર્જીની વધતી સ્વીકૃતિ અને ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિ જેવા સકારાત્મક વલણો પણ ઉદ્યોગના ભવિષ્યને આકાર આપે તેવી અપેક્ષા છે. આ અમારા માટે એક મહત્વપૂર્ણ તક છે, જે 80 વર્ષથી વધુ સમયથી એર કન્ડિશનીંગના ક્ષેત્રે રહેલી કુશળતા અને બજારમાં મજબૂત હાજરી દ્વારા સમર્થિત છે. અમે વધતી માંગને અસરકારક રીતે સંતોષવા માટેની સમર્થતા અને ક્ષમતાઓને વધારવા માટે આરએન્ડડી, ઉત્પાદન તેમજ સપ્લાય ચેઇનમાં નોંધપાત્ર રોકાણ કરવાનું ચાલુ રાખીએ છીએ. અમને વિશ્વાસ છે કે તમામ વર્ગના ગ્રાહકો અને પ્રાઇઝ પોઇન્ટ્સને આવરી લેતી અમારા રૂમ એસીની વ્યાપક રેન્જ અમને બજાર કરતાં વધુ ઝડપી ગતિએ વિકાસ કરવામાં સક્ષમ બનાવશે.”

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here