
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500 કંપની છે અને ભારતમાં અગ્રણી તેલ અને ગેસ કંપનીઓમાંની એક છે, તે તમામ નાગરિકોને ખાતરી આપે છે કે તેના સમગ્ર દેશવ્યાપી નેટવર્કમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને એલપિજીની પૂરતી ઉપલબ્ધતા છે.BPCL ના તમામ ઇંધણ સ્ટેશનો અને એલપિજી વિતરક કેન્દ્રો દેશમાં સારું કામ કરી રહ્યા છે અને ગ્રાહકોની ઊર્જાની જરૂરિયાતો પુરી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.ઘબરાવાની કે પેનિક બાયિંગની જરૂર નથી. અમારું સપ્લાય ચેઇન ઑપરેશન મજબૂત અને કાર્યક્ષમ છે, જે અવિરત સપ્લાય સુનિશ્ચિત કરે છે.અમે તમામ ગ્રાહકોને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. BPCL ઊર્જાની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતા માટે પ્રતિબદ્ધ છે.