અમદાવાદ : કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ (“InvIT”), ગાવર કન્સ્ટ્રક્શન લિમિટેડ દ્વારા પ્રાયોજિત એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે 27 ડિસેમ્બર, 2024 ના રોજ કુલ રૂ. 1,578 કરોડ સુધીના યુનિટ્સના જાહેર ઇશ્યૂ માટે ઓફર દસ્તાવેજ (“ઓફર દસ્તાવેજ”) દાખલ કર્યો હતો.ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 99 થી રૂ. 100 પ્રતિ યુનિટ છે.યુનિટ્સને BSE અને NSE (સામૂહિક રીતે, “સ્ટોક એક્સચેન્જ”) પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે, જેમાં BSE ઇશ્યૂ માટે ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકે છે. આ ઇશ્યૂ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓફરનો 75% થી વધુ હિસ્સો સંસ્થાકીય રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઓફરનો ઓછામાં ઓછો 25% બિન-સંસ્થાકીય રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.InvIT ને 31 ડિસેમ્બર, 2024 ના રોજ ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ તરફથી ‘પ્રોવિઝનલ CRISIL AAA/સ્ટેબલ (એસાઇન્ડ)’ રેટિંગ પ્રાપ્ત થયું છે.InvIT મુખ્યત્વે આશરે 682.425 kmsની નવ પૂર્ણ થયેલી અને આવક કરતી પ્રારંભિક પોર્ટફોલિયો સંપત્તિઓને હસ્તગત, સંચાલન અને રોકાણ કરવાનો ઇરાદો ધરાવે છે, જે NHAI દ્વારા આપવામાં આવેલી છૂટછાટો અનુસાર સંચાલિત અને જાળવણી કરવામાં આવે છે અને પ્રોજેક્ટ SPV દ્વારા માલિકી અને સંચાલિત છે. આ રસ્તાઓ હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક રાજ્યોમાં સ્થિત છે. ૩૦ સપ્ટેમ્બર, 2024 સુધીમાં, પ્રારંભિક પોર્ટફોલિયો ઓફ એસેટ્સની સરેરાશ શેષ કન્સેશન લાઇફ 11.7 વર્ષની છે. પ્રારંભિક પોર્ટફોલિયો એસેટ્સ ઉપરાંત, ટ્રસ્ટને, ઇન્વેસ્ટમેન્ટ મેનેજર દ્વારા, રાઇટ ઓફ ફર્સ્ટ ઓફર એગ્રીમેન્ટ (“ROFO એગ્રીમેન્ટ”) અનુસાર સ્પોન્સર સાથે રાઇટ ઓફ ફર્સ્ટ ઓફર દ્વારા નવા પ્રોજેક્ટ્સ હસ્તગત કરવાનો પણ અધિકાર રહેશે.ઈશ્યૂ મારફત મેળવેવલ રકમનો ઉપયોગ (i) પ્રોજેક્ટ SPVs ને તેમની સંબંધિત બાકી લોન (કોઈપણ ઉપાર્જિત વ્યાજ અને પ્રીપેમેન્ટ પેનલ્ટી સહિત) ની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી/પ્રી-પેમેન્ટ માટે લોન પૂરી પાડવા માટે કરવાનો પ્રસ્તાવ છે અને (ii) પ્રોજેક્ટ SPVs દ્વારા સ્પોન્સર પાસેથી મેળવેલી અસુરક્ષિત લોનની ચુકવણી માટે પ્રોજેક્ટ SPVs ને લોન પૂરી પાડવા માટે ઈશ્યૂ દ્વારા મેળવેલ રકમનો ઉપયોગ કરાશે.ઇશ્યૂ માટે લીડ મેનેજર્સ SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, HDFC બેન્ક લિમિટેડ છે. ઇશ્યૂના રજિસ્ટ્રાર KFin ટેક્નોલોજીસ લિમિટેડ છે. એક્સિસ ટ્રસ્ટી સર્વિસીસ લિમિટેડને InvIT ના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાવર ઇન્વેસ્ટમેન્ટ મેનેજર પ્રાઇવેટ લિમિટેડને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને ગાવર કન્સ્ટ્રક્શન લિમિટેડને સ્પોન્સર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.