અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કાર ચાલકો અને મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. આ દરમિયાન જમાલપુર બ્રિજ નજીક એક કાર ચાલકે શાકભાજી વેચતી મહિલા પર કાર ચઢાવી દીધી હતી. આ દુર્ઘટના મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું,જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહેંચી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી અનુસાર, જમાલપુર બ્રિજ નજીક MG હેક્ટરના કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે રોંગ સાઇડમાં કાર ચલાવી હતી અને સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા શાકભાજી વેચતી મહિલાને અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં મહિલાનું મૃત્યુ નિજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ત્રણ કેસ, કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક દર્દી